શિંદે કેમ્પને ઝટકો, હાઇકોર્ટે ઉદ્ધવ ઠાકરે ગ્રુપની દશેરા રેલી માટે આપી લીલીઝંડી

શિવાજી પાર્કમાં દશેરા રેલીને લઈને હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટથી એકનાથ શિંદે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઉદ્ધવ ઠાકરેને દશેરા રેલી માટે મંજૂરી આપી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેને શિવાજી પાર્ક ખાતે 'દશેરા રેલી' માટે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. એકનાથ શિંદે જૂથને બોમ્બે હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે એકનાથ શિંદે જૂથ વતી દાદરના ધારાસભ્ય સદા સરવણકરની અરજી ફગાવી દીધી છે. પોતાને મૂળ શિવસેના ગણાવતા સદા સરવણકરે દશેરા રેલીની માગણી કરી હતી અને ઉદ્ધવ ઠાકરેની અરજીમાં હસ્તક્ષેપ કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને દશેરા રેલી માટે પરવાનગી આપી છે, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ કહી છે. હાઈકોર્ટે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સાથે જ કોર્ટે કહ્યું છે કે,આટલા વર્ષોથી આયોજન થઇ રહ્યું છે અને આજ સુધી કોઈ ઘટના બની નથી. કોર્ટે કહ્યું કે સરકારના GRમાં દશેરા રેલીના આયોજન માટે એક નિશ્ચિત દિવસ આપવામાં આવ્યો છે.

BMC  તરફથી વકીલ મિલિંદ સાઠેએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે શિવસેનાના બંને પક્ષોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. તેમજ હોર્ડિંગ્સ લગાવવા બાબતે બે જૂથ વચ્ચે વિવાદ પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ શિવસેનાના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને આ તણાવ હજુ પણ અકબંધ છે. મિલિંદ સાઠેએ કહ્યું કે પોલીસે BMCને બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે જાણ કરી છે અને શિવાજી પાર્ક એક સંવેદનશીલ સ્થળ છે.

BMCએ શિવસેનાના બંને જૂથોને શિવાજી પાર્ક ખાતે યોજાનારી રેલીનું આયોજન કરવાની મંજૂરી આપી ન હતી. આ માહિતી BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ગુરુવારે આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈ એક જૂથને રેલી કરવાની મંજૂરી આપવામાં આવે છે, તો શિવાજી પાર્કમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, તેથી BMCએ શિવાજી પાર્કમાં દશેરાની રેલીને મંજૂરી ન આપવા માટે બંને જૂથોને પત્ર મોકલ્યો હતો.

22 ઓગસ્ટના રોજ, ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના અનિલ દેસાઈએ શિવાજી પાર્કમાં યોજાનારી શિવસેનાની દશેરા રેલી માટે BMC પાસે પરવાનગી માંગી હતી. આ પછી, 30 ઓગસ્ટના રોજ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે પણ BMCને દશેરા રેલીનું આયોજન કરવા માટે અરજી કરી હતી.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.