- National
- હવે કોન્ટ્રાક્ટરોની ખેર નહીં! NH પર થતા વારંવાર અકસ્માતને લઈને સરકારે ઉઠાવ્યું મોટું પગલું
હવે કોન્ટ્રાક્ટરોની ખેર નહીં! NH પર થતા વારંવાર અકસ્માતને લઈને સરકારે ઉઠાવ્યું મોટું પગલું
રોડ અકસ્માતો અને અકસ્માતમાં થતા મો*ત અટકાવવા માટે હાઇવે મંત્રાલયે નિર્ણય લીધો છે કે જો, બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડેલ હેઠળ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કોઈ ખાસ ભાગમાં વર્ષમાં એક કરતા વધુ અકસ્માત થાય તો કોન્ટ્રાક્ટરોને સજા આપવામાં આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલયે BOT દસ્તાવેજમાં બદલાવ કર્યો છે અને હવે કોન્ટ્રાક્ટરોએ ક્રેશ મેનેજમેન્ટ કરવું પડશે અને BOT મોડેલ હેઠળ બનેલા હાઇવેના ભાગ પર એક ખાસ સમયગાળામાં એક કરતા વધુ અકસ્માત થાય છે તો સુધારાત્મક પગલાં લેવા પડશે. જો કોઈ ચોક્કસ ભાગ, માની લો 500 મીટરમાં એક કરતા વધુ અકસ્માત થાય છે, તો કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો આગામી વર્ષમાં કોઈ અકસ્માત થાય છે, તો દંડ વધીને 50 લાખ થઈ જશે.’

ઉમાશંકરે જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલયે 3,500 અકસ્માત-સંભવિત વિસ્તારોની ઓળખ કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે 3રીતે પૂરા કરવામાં આવે છે: બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT), હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) અને એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન. BOT મોડેલ પર મેંટેનેન્સ સહિતની છૂટછાટનો સમયગાળો 15 થી 20 વર્ષ અને HAM માટે 15 વર્ષ છે. કન્સેશન હાંસલ કરનાર પ્રોજેક્ટના કન્સેશનર પીરિયડની અંદર NHના વિવિધ વિભાગોની મેન્ટેનેન્સ માટે જવાબદાર હોય છે.

ઉમાશંકરે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના શરૂ કરશે. પાયલટ પ્રોજેક્ટ દરમિયાન ટેક્નિકલ અને પ્રોજેક્ટ લર્નિંગનો સમાવેશ કરીને યોજનામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ વર્ષે મે મહિનામાં જાહેર કરેલી એક અધિસૂચનામાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતના પીડિત લોકો પ્રથમ 7 દિવસ માટે નિયુક્ત હૉસ્પિટલોમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેશ સારવાર માટે હકદાર રહેશે.

