- National
- આવી કેવી સાસૂ? વહુને કહ્યું- પતિ બાળકોના જન્મ માટે સક્ષમ નથી તો જેઠ સાથે સંબંધ બનાવ
આવી કેવી સાસૂ? વહુને કહ્યું- પતિ બાળકોના જન્મ માટે સક્ષમ નથી તો જેઠ સાથે સંબંધ બનાવ
ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેના સાસરિયાઓ પર માનસિક અને શારીરિક શોષણ અને જાતીય હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના કારણે તપાસ શરૂ થઈ છે.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, લગ્ન પછી તેના સાસરિયાઓના ઘરની પરિસ્થિતિ સામાન્ય ન હતી. તેમના લગ્ન સમયે, તેના પતિના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિગતો તેનાથી છુપાવવામાં આવી હતી. લગ્ન પછી, તેને આ સત્ય હકીકત જાણવા મળી હતી, તેના કારણે તેના સાસરિયાઓનું વલણ વધુને વધુ હેરાનગતિ કરનારું થવા માંડ્યું હતું.
પોલીસને આપેલા નિવેદનમાં, મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે તેના પતિની સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે બાળકો પેદા કરવા અંગે પ્રશ્નો ઉભા થયા, ત્યારે તેની સાસુએ એક ચોંકાવનારો પ્રસ્તાવ તેની સામે મૂક્યો. પીડિતાનો આરોપ છે કે તેની સાસુએ બાળકની ઇચ્છા દર્શાવીને તેને તેના જેઠ (પતિના મોટા ભાઈ)સાથે સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું.
પીડિતાના જણાવ્યા મુજબ, આ દબાણ દરમિયાન, તેના જેઠે તેની સાથે જબરજસ્તી કરવાનો પણ પ્રયાસ કર્યો. જ્યારે તે મહિલાએ તેના પતિને આ ઘટના વિશે જાણ કરી, ત્યારે તેનો પક્ષ લેવાને બદલે, સાસરિયાઓના અન્ય સભ્યોએ તેના વિરોધને દબાવવાનો પ્રયાસ કર્યો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી અને તેને આ બાબતે ચૂપ કરી દેવામાં આવી હતી.
મહિલાનું કહેવું છે કે, તેણે મળતી સતત ધમકીઓ અને ઉત્પીડનને કારણે, તેને લાગ્યું કે તેનો જીવ જોખમમાં છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, તેના સંબંધીઓએ દરમિયાનગીરી કરી તેને તેના સાસરિયાના ઘરેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
આ ઘટના પછી, પીડિતાએ આગ્રાના શાહગંજ પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ વિરુદ્ધ છેતરપિંડી, માનસિક અને શારીરિક ઉત્પીડન અને બળાત્કારનો પ્રયાસ સહિતના અનેક ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી. ACP લોહા મંડી ગૌરવ સિંહે ફોન પર જણાવ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, અને તમામ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જે જણાવ્યું કે, તપાસ ચાલુ છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

