રાહુલ ગાંધીએ માતાને ‘નૂરી’ નામની ડૉગી ગિફ્ટ કરી તો ગુસ્સે થયા AIMIM નેતા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના માતા સોનિયા ગાંધીને એક પપી (ડૉગી) ગિફ્ટ કરી. આ પપી જેક રસેલ પ્રજાતિની છે. જેમણે પોતાની ડૉગીનું નામ ‘નૂરી’ રાખ્યું છે. ત્યારબાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ (AIMIM) નેતા મોહમ્મદ ફરહાને વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નિંદા કરી અને તેને ‘મુસ્લિમ દીકરીઓનું અપમાન’ બતાવ્યું. રાહુલ ગાંધી દ્વારા પોતાની ડૉગીનું નામ ‘નૂરી’ રાખવા પર આપત્તિ વ્યક્ત કરતા AIMIMના નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીની હરકતો નિંદનીય છે અને શરમજનક છે.

તેમણે આગળ કહ્યું કે, ડૉગીનું નામ ‘નૂરી’ રાખવું મુસ્લિમ દીકરીઓનું અપમાન છે. આ મુસ્લિમ સમુદાય પ્રત્યે ગાંધી પરિવારના સન્માન પર નકારાત્મક પ્રભાવ નાખનાર છે.’ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેવી રીતે તેમણે એક 3 મહિનાની ડૉગીને ગોવાથી દત્તક લીધી અને પોતાની માતા સોનિયા ગાંધીને ગિફ્ટ તરીકે આપવા માટે દિલ્હી લઈ આવ્યા. રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે, ‘નૂરી’ ગોવાથી સીધી અમારા હાથોમાં આવી ગઈ અને અમારા જીવનની રોશની બની ગઈ.

વીડિયોમાં સોનિયા ગાંધી નૂરીને પકડાતા કહે છે કે, તે ખૂબ સુંદર છે. તેમણે રાહુલ ગાંધીનો આભાર માન્યો અને ડૉગી સાથે રમતા નજરે પડ્યા. વીડિયોમાં નૂરી સોનિયા ગાંધીના પાળતું ડૉગી ‘લાપો’ સાથે રમત નજરે પડી રહી છે. ડૉગ એક્સપર્ટ રાજકુમારી ખાને કહ્યું કે ટેરિયર્સ ડૉગની ખાસ પ્રજાતિ છે, જેક રસેલ ટેરિયર્સ પોતાના લુક અને ફેમિલિયર બિહેવ હોવાના કારણે ખૂબ લોકપ્રિય છે. તેની માગ ખૂબ વધારે છે. આકારમાં નાના હોવા છતા જેલ રસેલ ટેરિયર્સ ખૂબ નીડર અને ઊર્જાવાન હોય છે. જો કે, તેઓ ક્યારેક ક્યારેક જિદ્દીની જેમ વ્યવહાર કરે છે.

રાહુલ ગાંધીએ પોતાની માતા માટે જેક રસેલ ટેરિયરની કેમ પસંદગી કરી? એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, જેક રસેલ ખૂબ સુંદર હોય છે. તેમના શરીર પર હરણ કે કોઈ અન્ય રંગના નિશાન છે, જે સફેદ રંગના છે અને એક નાનકડી પૂંછ છે, જે હંમેશાં ઉપર તરફ રહે છે. તેઓ મોટા ભાગે કંટાળી જાય છે અને શરારતી હરકતો કરીને મનોરંજન કરતા રહે છે. આ એક મોટું કારણ હોય શકે છે કે રાહુલ ગાંધીએ જેક રસેલ ટેરિયરને કેમ પસંદ કરી.

About The Author

Related Posts

Top News

નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હાપુરની એક નવપરિણીત દુલ્હનની ખુશીને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેનો પતિ લગ્નના 15 દિવસ પછી જ તેને છોડીને મંદિરમાં...
National 
નેહા સાથે લગ્ન કર્યાના 15 દિવસમાં પતિએ પોલીસ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.