- National
- ધનકુબેર નીકળ્યો પ્રોજેક્ટ એન્જિનિયર, ઘર પર લોકાયુક્તના દરોડામાં ભારે માત્રમાં સોનું-ચાંદી જપ્ત
ધનકુબેર નીકળ્યો પ્રોજેક્ટ એન્જિનિયર, ઘર પર લોકાયુક્તના દરોડામાં ભારે માત્રમાં સોનું-ચાંદી જપ્ત

કર્ણાટકના બેલગાવીમાં એક ધનકુબેર એન્જિનિયરનો ભાંડાફોડ થયો છે. લોકાયુક્તે આ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં સોનું અને ચાંદી મળી આવ્યું છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં સંપત્તિના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે.

શું છે આખો મામલો?
પ્રોજેક્ટ એન્જિનિયરના આવાસ પર લોકાયુક્તના દરોડામાં મોટી માત્રામાં સંપત્તિ મળી છે. એક મોટી કાર્યવાહીમાં, લોકાયુક્તના અધિકારીઓએ બેલગાવીના રામતીર્થ નગરમાં મુખ્ય એન્જિનિયર અશોક વલસંદના આવાસ પર દરોડા પાડ્યા હતા. ધારવાડમાં પણ તેમના આવાસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓએ લગભગ 92.7 લાખ રૂપિયાની કિંમતનું 1.80 કિલો સોનું અને લગભગ 3.96 લાખ રૂપિયાની કિંમતનું 3.5 કિલો ચાંદી જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, 1.5 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. મોટી સંખ્યામાં સંપત્તિના દસ્તાવેજ અને સંપત્તિના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે. લોકાયુક્ત ટીમ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દરેક દસ્તાવેજ અને વસ્તુની સાવધાનીપૂર્વક તપાસ કરી રહી છે.

આજ રીતે એક સમાચાર માર્ચ 2025માં પણ સામે આવ્યા હતા. ઓરિસ્સામાં પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર 3 બહુમાળી ઇમારતો, 3 ફ્લેટ, 11 પ્લોટ અને એક ફાર્મહાઉસ (14.78 એકરમાં ફેલાયેલું), 11 એકરથી વધુની ખેતીલાયક જમીન, 2.1 કિલો સોનાના બિસ્કિટ અને ઘરેણાં, 1 કરોડ રૂપિયા (જે ફ્લેટ ખરીદવા માટે ચૂકવવામાં આવ્યા હતા), 17 લાખ રૂપિયાનું બેન્ક બેલેન્સ, 2 કાર અને 17.55 લાખ રૂપિયા રોકડા જેવી મોટી સંખ્યામાં સંપત્તિ હસ્તગત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
તેમની પાસેથી 2.1 કિલો વજનના સોનાના બિસ્કિટ અને ઘરેણાં, ભુવનેશ્વરમાં એક આલીશાન ફ્લેટ ખરીદવા માટે ચૂકવવામાં આવેલા 1 કરોડ રૂપિયા, 17 લાખ રૂપિયાની બેન્ક ડિપોઝિટ, 2 ફોર-વ્હીલર અને 17.55 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
Related Posts
Top News
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
