ભારતના આ ગામમાંથી દેખાય છે આકાશ ગંગા, નાના નાના તારા પણ મોટા મોટા દેખાય છે

દિલ્હી-નોઇડા જેવા શહેરમાં લોકો કદાચ ભૂલી ગયા છે કે આકાશમાં તારા પણ હોય છે. આ શહેરોમાં રહેનારા રાત્રે જ્યારે આકાશ તરફ જુએ છે તો તેમને માત્ર અંધારું જ નજરે પડે છે. તારાઓની ચમક, પ્રદૂષણથી એટલી વધારે ઢંકાઈ ગઈ છે કે તેઓ હવે દિલ્હી NCRના આકાશથી ગાયબ છે. પરંતુ આ દેશમાં એક એવું ગામ પણ છે, જ્યાંથી આજે પણ તમે આકાશ ગંગાને જોઈ શકો છો. એ સિવાય અહીથી તમને તારા પણ એકદમ સ્પષ્ટ નજરે પડે છે. ચાલો તમને આ ગામ બાબતે બતાવીએ.

ભારતમાં ઘણી એવી જગ્યા છે, જ્યાં જઈને તમને લાગશે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છો. એવી જ એક જગ્યા છે કૌમિક ગામ. આ ગામ હિમાચલ પ્રદેશના સમિતિ જિલ્લામાં સ્થિત છે. તેને દુનિયાનું સૌથી ઊંચું ગામ માનવામાં આવે છે. કહેવાય છે કે, અહીથી જો તમે રાત્રે આકાશ તરફ જોશો તો તમારે આકાશ ગંગા ચોખ્ખી નજરે પડશે. તેની સાથે જ અહીથી તારા એટલા મોટા નજરે પડે છે કે તમે અંદાજો પણ લગાવી નહીં શકો.

આ ગામની ખાસ વાત એ છે કે, અહી જૂનમાં પણ શિયાળા જેવી ઠંડી રહે છે. રિપોર્ટ્સ મુજબ, દુનિયાના સૌથી ઊંચા ગામમાં જૂનના મહિનામાં તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. આ ગામમાં વધારે વસ્તી નથી. જ્યારે તમે અહી જશો તો તમને અહી થોડા જ ઘર નજરે પડશે. શિયાળામાં આ ઘર પણ ખાલી થઈ જાય છે. એવું એટલે કે અહી શિયાળામાં જીવવાનું મુશ્કેલ થઈ જાય છે એટલે ગ્રામજનો શિયાળામાં તળેટી તરફ જતા રહે છે અને પછી શિયાળા જેવી જ ઠંડી ઓછી થાય છે તો પોતાના ઘરો તરફ પરત ફરી જાય છે.

About The Author

Related Posts

Top News

આખરે મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? જાણો સફેદ સાડી પહેરવા પાછળનું રહસ્ય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 29 એપ્રિલ એટલે કે આજે બીજા તબક્કાનું મતદાન થશે અને પછી...
Politics 
આખરે મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કેમ ન કર્યા? જાણો સફેદ સાડી પહેરવા પાછળનું રહસ્ય

ખભા પર વર, માથા પર કરિયાવર... કાર કે બસ વિના નીકળી જાન, અનોખા લગ્ન થયા વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં એક...
National 
ખભા પર વર, માથા પર કરિયાવર... કાર કે બસ વિના નીકળી જાન, અનોખા લગ્ન થયા વાયરલ

ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું

પત્નીઓ ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં તેમના પતિની માસિક આવક વધારીને બતાવે છે. જો તેઓ આમ કરે તો પણ...
National 
ઘણીવાર ભરણપોષણની રકમ મેળવવા પત્નીઓ પતિની આવક વધારીને બતાવે છે; શા માટે કોર્ટે આવું કહ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 29-04-2026 વાર- બુધવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.