પ્રેમીએ એક જ મંડપમાં બે પ્રેમીકાઓ સાથે લીધા 7 ફેરા, પરિવારજનો અને ગ્રામજનોએ...

On

રાજસ્થાનમાં બાંસવાડા જિલ્લાના આનંદપુરી વિસ્તારમાં એક અનોખા લગ્ન થયા છે. અહી આમલિયા આંબાદરા ગામમાં એક વરરાજાએ પોતાની બે પ્રેમિકાઓ સાથે 7 ફેરા લીધા છે. એવું નથી કે આ લગ્ન ચૂપચાપ થયા હોય, પરંતુ સંપૂર્ણ રીત રિવાજો સાથે સંબંધીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયા. બધાએ ફૂલોનો વરસાદ કરીને વર અને બંને દુલ્હનઓને આશીર્વાદ આપ્યા. વરરાજાને પહેલી પ્રેમિકાથી 2 બાળકો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, આંબદરાના રહેવાસી નરેશ પારગીએ ગુરુવારે રાત્રે શંકરલાલની પુત્રી રેખા (રહે. ખંડોરા ગામ) અને અમરુ ડામોરની પુત્રી અનિતા સાથે સંપૂર્ણ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા. વરરાજા નરેશે જણાવ્યું કે, વર્ષ 2013માં તેનું રેખા પર દિલ આવ્યું હતું. બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા. તેના પર રેખાને નાતરા કરીને એટલે કે લગ્ન કર્યા વિના ઘરે લઈ ગયો. ત્યારબાદ વર્ષ 2018માં તેને અનિતા સાથે પ્રેમ થઈ ગયો. તેને પણ તે ઘરે લઈ ગયો, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે બંને સાથે લગ્ન કરી શકતો નહોતો. 

તેના કારણે સામાજિક રીત રિવાજ બાકી હતા. એટલે ગુરુવારે રાત્રે ધામધૂમથી ઢોલ નગારાઓ સાથે તેણે બંને પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા. આ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા. દરેકે આ લગ્નના વીડિયો પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા. વર અને બંને વધુઓએ પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે. દુલ્હન રેખાએ જણાવ્યું કે, પ્રેમ પ્રસંગ બાદ તે નરેશના ઘરે રહે છે.

નરેશના પરિવારે પણ તેને સ્વીકારી લીધી. ત્યારબાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો. હવે તે 6 વર્ષની છે. 2 મહિના અગાઉ એક દીકરાનો પણ જન્મ થયો છે. તો દુલ્હન અનિતાએ જણાવ્યું કે, વર્ષ 2018માં તેનો નરેશ સાથે પ્રેમ પ્રસંગ થયો હતો. નરેશની પહેલી પત્ની હોવા છતા તે તેને સ્વીકાર કરીને તેની સાથે રહે છે. નરેશ ગુજરાતમાં મજૂરી કરીને થોડા પૈસા ભેગા કરીને સામાજિક રીત રિવાજથી લગ્ન કરવા માગતો હતો. તો હવે લગ્ન થયા છે.

નિમંત્રણ પત્રિકામાં બંને દુલ્હનોના નામ લખવામાં આવ્યા છે. નિમંત્રણ પત્રિકા પરિવારજનો અને પરિચિતોને આપવામાં આવી. ગુરુવારે સવારે નાતરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને રાત્રે લગભગ 11:00 વાગ્યે સામાજિક રીત રિવાજો મુજબ બંને દુલ્હનોને ફૂલ માળા પહેરાવીને 7 ફેરા લીધા. સરપંચ તુલસી દેવીએ જણાવ્યું કે, આદિવાસી સમાજમાં એક પુરુષ બે પત્નીઓ રાખે એ વાત સામાન્ય છે. આ પ્રથા આદિવાસી ક્ષેત્રમાં વર્ષોથી ચાલતી આવી રહી છે. ઘણા લોકો 2 પત્નીઓ રાખે છે. નરેશના લગ્નમાં અમે પરિવારજનો સાથે સામેલ થયા.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.