- National
- ન ડ્યૂટી, ન રિપોર્ટ, છતા કોન્સ્ટેબલે 12 વર્ષ સુધી 28 લાખ લીધો પગાર! જાણો કંઈ રીતે
ન ડ્યૂટી, ન રિપોર્ટ, છતા કોન્સ્ટેબલે 12 વર્ષ સુધી 28 લાખ લીધો પગાર! જાણો કંઈ રીતે
મધ્ય પ્રદેશમાં પોલીસ વિભાગની બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં સુધી કે એક પોલીસ કોન્સ્ટેબલે 12 વર્ષ સુધી ડ્યૂટી કર્યા વિના 28 લાખ રૂપિયાનો પગાર લીધો. મહિનાઓ બાદ મહિનાઓ અને વર્ષો સુધી પગાર મેળવ્યા બાદ એક દિવસ મામલો ખૂલી ગયો પરંતુ કેવી રીતે?
શું છે મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ, આખો મામલો મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાનો છે. જે કોન્સ્ટેબલની વાત થઈ રહી છે તે વર્ષ 2011માં મધ્ય પ્રદેશ પોલીસમાં ભરતી થયો હતો. તેને ભોપાલ પોલીસ લાઇનમાં તૈનાત કરવામાં આવ્યો હતો. પછી જોઇન્ટ કર્યા બાદ તેને સાગર પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યો, પરંતુ ત્યાં કોઈને પણ રિપોર્ટ કરવાની જગ્યાએ તે ચૂપચાપ વિદિશામાં પોતાના ઘરે પાછો આવતો રહ્યો. ન તો તેણે પોતાના કોઈ સીનિયરને જાણ કરી કે ન તો તેણે રજા માટે અરજી કરી. પરંતુ, કોન્સ્ટેબલે પોતાનો સર્વિસ રેકોર્ડ પણ સ્પીડ પોસ્ટ દ્વારા ભોપાલ પોલીસ લાઇનમાં પાછો મોકલી દીધો હતો.
આ દસ્તાવેજ વિના કોઈ તપાસ કે વેરિફિકેશન વિના પણ મંજૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ ટ્રેનિંગ સેન્ટરમાં કોઈએ તેની ગેરહાજરી પર ધ્યાન ન આપ્યું અને ભોપાલ પોલીસ લાઇનમાં કોઈએ પણ આ અંગે કોઈ સવાલ ન ઉઠાવ્યો. ઘણા મહિનાઓ અને ઘણા વર્ષો વીતી ગયા. કોન્સ્ટેબલ ક્યારેય ડ્યૂટી પર ન આવ્યો. છતા તેના નામે પગાર પહુંચતો રહ્યો. 12 વર્ષ વીતી ગયા, પરંતુ પોલીસ વિભાગના કોઈ અધિકારીએ આ ભૂલ ન પકડી. સમય વીતી ગયો. કોન્સ્ટેબલે પણ 28 લાખ રૂપિયાથી વધુ પગાર લઈ લીધો, એ પણ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પગ રાખ્યા વિના.
પછી આવ્યું વર્ષ 2023. પોલીસ વિભાગે 2011 બેચની વેતન ગ્રેડની સમીક્ષા શરૂ કરી. ત્યારબાદ આ કૌભાંડ સામે આવ્યું. તપાસ દરમિયાન, અધિકારીઓએ કોન્સ્ટેબલનો પાછલો રેકોર્ડ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને કંઈ ન મળ્યું. અધિકારીઓને આ વાત ન પચી કે એક વ્યક્તિ 12 વર્ષથી ડ્યૂટી પર રહ્યો અને તેને એક પણ કેસ સોંપવામાં ન આવ્યો હોય. આ મામલાની તપાસ સોપવામાં આવી ભોપાલના ટીટી નગર વિસ્તારમાં તૈનાત ACP અંકિતા ખટેરકરને.
જ્યારે કોન્સ્ટેબલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે દાવો કર્યો કે તે માનસિક રૂપે પરેશાન છે. આ સિલસિલામાં તેણે કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સ્થિતિને કારણે તે આટલા વર્ષો સુધી ડ્યૂટી પર ન આવી શક્યો. ACP અંકિતા ખટેરકરે કહ્યું કે કોન્સ્ટેબલને તેની બેચના બાકીના સભ્યો સાથે ટ્રેનિંગ માટે મોકલવાનો હતો. પરંતુ વ્યક્તિગત કારણોનો સંદર્ભ આપતા તેણે અલગ અને એકલા જવાની મંજૂરી માગી. બીજી તરફ, અન્ય લોકોએ તેમની ટ્રેનિંગ પૂરી કરી અને પાછા ફર્યા. પરંતુ કોન્સ્ટેબલે ક્યારેય રિપોર્ટ ન કર્યો. જો કે, તે એકલો ગયો હતો, એટલે તેનો કોઈ વાપસીનો રેકોર્ડ પણ રાખવામાં આવ્યો નહોતો.
ACPએ કહ્યું કે કોન્સ્ટેબલ હાલમાં ભોપાલ પોલીસ લાઇનમાં તૈનાત છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી, કોન્સ્ટેબલે પોલીસ વિભાગને 1.5 લાખ રૂપિયા પરત કર્યા છે અને બાકીની રકમ તે ભવિષ્યમાં મળનારા પગારમાંથી કાપીને ચૂકવવા તૈયાર છે.

