સાંસદ પદ રદ્દ થતા મહુઆ મોઈત્રાએ જુઓ શું કહ્યું, અદાણીનો પણ ઉલ્લેખ

કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાનું સંસદ સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ એક્શન બાદ મહુઆ મોઇત્રાનું પહેલું રિએક્શન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આગળ પણ ઉઠાવતી રહીશ. કોઈપણ ગિફ્ટ કે રોકડના પુરાવા નથી. મારી હકાલપટ્ટીની ભલામણ સંપૂર્ણ રીતે એ વાત પર આધારિત છે કે મેં મારું પોર્ટલ લોગીન શેર કર્યું. પણ આને નિયંત્રિત કરવા માટે પણ રુલ નથી. એથિક્સ કમિટી પાસે રદ્દ કરવાનો કોઈ અધિકાર નથી. આ ભાજપના અંતની શરૂઆત છે.

મહુઆ મોઇત્રાએ વધુમાં કહ્યું કે, જો મોદી સરકારે વિચાર્યું છે કે મને ચૂપ કરીને અદાણી મુદ્દાને ખતમ કરી દેશે, તો હું જણાવી દેવા માગું છું કે, તમે જે ઉતાવળ અને યોગ્ય પ્રક્રિયાનો દુરોપયોગ કર્યો છે, તે દર્શાવે છે કે, અદાણી તમારા માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે. તમે એક મહિલા સાંસદને આ હદ સુધી પરેશાન કરો છો.

મહુઆ મોઇત્રા સાંસદ ન રહ્યા,2005માં આવા કેસમાં 11 સાંસદોને હાંકી કાઢવામાં આવેલા

કેશ ફોર ક્વેરી કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. શુક્રવારે લોકસભામાં સમિતિના અહેવાલ પર ચર્ચા થઈ હતી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ પટેલે TMC સાંસદનું સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવ પસાર થયા બાદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ગૃહમાં ચર્ચા દરમિયાન, 2005નો કેશ ફોર ક્વેરી કેસ પણ સામે આવ્યો જ્યારે લોકસભાના 10 અને રાજ્યસભાના 1 સભ્યને હાંકી કાઢવામાં આવ્યા.

મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની તરફથી મોંઘી ભેટના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. આટલું જ નહીં, તેમના પર આરોપ છે કે તેમણે તેમના સંસદીય લોગિન ID અને પાસવર્ડ હિરાનંદાનીને જાહેર કર્યા હતા જેથી તેઓ સીધા પ્રશ્નો પૂછી શકે.

મહુઆ મોઇત્રા કેસમાં એથિક્સ કમિટીની ભલામણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સરકાર પર આ મામલે 'ઉતાવળ' કરવાનો આરોપ લગાવ્યો. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ 2005ના કેશ ફોર ક્વેરી કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે 10 સાંસદોનો પક્ષ સાંભળ્યા વિના જ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી, એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા દરમિયાન, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ કહ્યું કે, મહુઆ મોઇત્રાને પણ તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. બાય ધ વે, એથિક્સ કમિટીએ મોઇત્રાને પણ બોલાવ્યા હતા.

પ્રહલાદ જોશી (સંસદીય બાબતોના મંત્રી)એ મહુઆ મોઇત્રા કેસ પર ચર્ચા દરમિયાન કહ્યું કે, 'જ્યારે 2005માં 10 લોકોને હાંકી કાઢવામાં આવ્યા હતા, તે જ દિવસે સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તે દિવસે 10 લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી. તે રેકોર્ડ પર છે. જ્યાં સુધી હું જાણું છું, માનનીય સોમનાથ ચેટર્જીએ તેના પર નિર્ણય આપ્યો હતો.'

2005ના કેશ ફોર ક્વેરી કેસનો ઉલ્લેખ પ્રહલાદ જોષીએ કર્યો હતો? આખરે તે આખી બાબત શું હતી, ચાલો આપણે જાણીએ. ત્યારે 11 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આટલું જ નહીં તેને ક્રિમિનલ કેસનો પણ સામનો કરવો પડ્યો હતો. જેમાંથી 10 લોકસભાના અને એક રાજ્યસભાના સાંસદ હતા. ત્યારે કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંહના નેતૃત્વમાં UPA-1ની સરકાર હતી.

12 ડિસેમ્બર 2005ના રોજ એક ન્યૂઝ પોર્ટલના સ્ટિંગ ઓપરેશનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સ્ટિંગમાં 11 સાંસદો સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસાની ઓફર સ્વીકારતા દર્શાવવામાં આવ્યા હતા. જેમાંથી 6 BJPના, 3 BSP અને 1 કોંગ્રેસનો હતો. આ સાંસદો હતા, Y.G. મહાજન (BJP), છત્રપાલ સિંહ લોઢા (BJP), અન્ના સાહેબ M.K. પાટીલ (BJP), મનોજ કુમાર (RJD), ચંદ્ર પ્રતાપ સિંહ (BJP), રામ સેવક સિંહ (કોંગ્રેસ), નરેન્દ્ર કુમાર કુશવાહા (BSP), પ્રદીપ ગાંધી (BJP), સુરેશ ચંદેલ (BJP), લાલ ચંદ્ર કોલ (BSP) અને રાજા રામ પાલ (BSP). સ્ટિંગમાં, લોઢાને સૌથી ઓછી 15,000 રૂપિયાની રોકડ ઓફર કરવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ 1,10,000 રૂપિયાની રોકડ RJD સાંસદ મનોજ કુમારને ઓફર કરવામાં આવી હતી.

24 ડિસેમ્બર 2005ના રોજ તમામ 11 આરોપી સાંસદોને સંસદમાં મતદાન દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. લોકસભામાં પ્રણવ મુખર્જીએ 10 સાંસદોની હકાલપટ્ટીનો પ્રસ્તાવ મૂક્યો હતો જ્યારે રાજ્યસભામાં તત્કાલીન PM મનમોહન સિંહે એક સાંસદની હકાલપટ્ટીનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતદાન દરમિયાન BJPએ વોકઆઉટ કર્યું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને તત્કાલીન વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, સાંસદોએ જે પણ કર્યું તે ભ્રષ્ટાચાર ઓછો અને વધુ મૂર્ખતા છે. આ માટે તેમને હાંકી કાઢવા એ ખૂબ જ આકરી સજા હશે.

જાન્યુઆરી 2007માં સુપ્રીમ કોર્ટે પણ સાંસદોને હાંકી કાઢવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. તે જ વર્ષે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર દિલ્હી પોલીસે પણ આ મામલે કેસ નોંધ્યો હતો. ન્યૂઝ પોર્ટલના બે પત્રકારો સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.