19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી સાસુ! 5 બાળકોની માતાએ સાથે રહેવા માટે જીદ કરી

તમને કદાચ ઉત્તર પ્રદેશના અલીગઢની સાસુ-જમાઈની પ્રેમકથા તો યાદ હશે જ. માતાને તે છોકરા સાથે પ્રેમ થઈ ગયો જેની સાથે તેની પોતાની પુત્રીના લગ્ન થવાના હતા, અને એક દિવસ તેઓ ભાગી પણ ગયા. આ કિસ્સો લાંબા સમય સુધી હેડલાઇન્સમાં છવાઈ રહ્યો. હવે, મૈનપુરીમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. માતા પોતે તે છોકરા સાથે ભાગી ગઈ જેની સાથે તેણે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક સંબંધોને શરમજનક બનાવ્યા છે.

Saas-Damad-Love-Story1
aajtak.in

આશ્ચર્યની વાત તો એ છે કે, 35 વર્ષની સાસુ, 5 બાળકો સાથે, તેના પોતાના 19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી ગઈ. તેઓ પ્રેમમાં પડ્યા, અને પુત્રીને કોઈ ખબર પણ ન હતી. પરિવારના વિરોધ છતાં, સાસુ અને જમાઈ એકબીજાને છોડવા તૈયાર નથી. ગમે તે થઇ જાય તેઓ બંને સાથે રહેવા માંગે છે. આ વિચિત્ર ઘટના મૈનપુરી કોતવાલી વિસ્તારના ખડગજીત નગરમાં બની હતી.

જમાઈએ જણાવ્યું કે તેની ઉંમર 19 વર્ષ છે, પરંતુ તેના આધાર કાર્ડ પર ઉંમર ઓછી લખેલી છે. તે તેની સાસુ સાથે રહેવા માંગે છે. તેણે જણાવ્યું કે તેની સાસુ સાથેનો સંબંધ દોઢ મહિના પહેલા ફોન પર શરૂ થયો હતો. ત્યાર પછી તેઓ હવે સાથે રહેવા માટે તૈયાર છે. મહિલાને 5 બાળકો છે. જમાઈ કહે છે કે તે તેના 5 બાળકોને પોતાની સાથે લઈ જવા તૈયાર છે. સાસુ પણ રડી રહી છે અને તેની સાથે રહેવા માટે તડપી રહી છે.

Saas-Damad-Love-Story4
khabargaon.com

પરિવારને તેમના પ્રેમ સંબંધની જાણ થતાં જ હોબાળો મચી ગયો. મહિલાના બાળકોએ ભારે વિરોધ પણ  કર્યો, પરંતુ મહિલાએ કોઈની પણ વાત સાંભળવાનો ઇનકાર કર્યો. મહિલા તેના જમાઈ સાથે એક સંબંધીના ઘરે ગઈ હતી. આ વાતની જાણ થતાં, તેના બાળકો પણ ત્યાં પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી.

સાસુ મૈનપુરીના ઘિરોર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે, જ્યારે તેનો જમાઈ કુરાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના સોનઈ અશોકપુર ગામનો રહેવાસી છે. પરિવારને તેમના અફેરની જાણ થઈ ત્યાં સુધીમાં તેઓ ખૂબ નજીક આવી ગયા હતા. તેઓ બંને એકબીજાને છોડવા માટે તૈયાર નથી. પોલીસ હવે સાસુ અને જમાઈ સામે પરિવારના આરોપો પાછળની સત્યતા અને તેમના સંબંધોના સ્વરૂપની તપાસ કરી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં વ્યાપક ચર્ચા જગાવી છે. સાસુ અને જમાઈની પ્રેમકહાની દરેકના હોઠ પર છે, અને લોકો તેના પર મજાક કરી રહ્યા છે.

Saas-Damad-Love-Story3
navbharattimes.indiatimes.com

મૈનપુરીના આ કિસ્સાએ ફરી એકવાર અલીગઢ સાસુ અને જમાઈ પ્રકરણની યાદ અપાવી છે. આ ઘટના એપ્રિલ 2025ની છે. મડરાક વિસ્તારની સપના તેના થનારા જમાઈ રાહુલ સાથે ભાગી ગઈ હતી. તેઓ એકબીજા પ્રત્યે એટલા બધા આકર્ષિત હતા કે તેમના પરિવારની સમજાવટ પછી પણ, તેઓ એકબીજાનો સાથ છોડવા તૈયાર ન હતા. તેઓ ઉત્તર પ્રદેશથી બિહારના સીતામઢીમાં સાથે રહેવા ગયા. આ કિસ્સો ખુબ જોરદાર રીતે હેડલાઇન્સમાં ચમક્યો હતો.

About The Author

Related Posts

Top News

ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

અલહાબાદ હાઇકોર્ટે 31 વર્ષીય આયુષ મલિકને મુક્ત કર્યો છે. આયુષે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ...
National 
ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે, દેશના ઘણા ભાગોમાં, લોકો...
Business 
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

AM/NS Indiaએ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા

હજીરા - સુરત, સપ્ટેમ્બર 17, 2026 : આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બે મહત્વપૂર્ણ નવાં ધોરણો હેઠળ ભારતીય...
Gujarat 
AM/NS Indiaએ ડ્યુઅલ BIS પ્રમાણપત્રો મેળવ્યા

19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી સાસુ! 5 બાળકોની માતાએ સાથે રહેવા માટે જીદ કરી

તમને કદાચ ઉત્તર પ્રદેશના અલીગઢની સાસુ-જમાઈની પ્રેમકથા તો યાદ હશે જ. માતાને તે છોકરા સાથે પ્રેમ થઈ ગયો જેની સાથે...
National 
19 વર્ષના જમાઈ સાથે પ્રેમમાં પડી સાસુ! 5 બાળકોની માતાએ સાથે રહેવા માટે જીદ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.