કેરળના મુસ્લિમ છોકરાઓ મેડિકલ છાત્રાઓ સાથે બીચ પર ફરતા હતા,લોકોએ ફટકાર્યા

કર્ણાટકના મેંગલુરુમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સોમેશ્વર બીચ પર ત્રણ મુસ્લિમ છોકરાઓ તેમની હિંદુ મહિલા મિત્રો સાથે સાંજના સમયે ફરી રહ્યા હતા. પરંતુ ત્યારે જ કોઈ 6 લોકો તેમની પાસે આવ્યા અને તેમનું નામ પૂછીને તેમને મારવાનું ચાલુ કર્યું હતું. પોલીસ દ્વારા હાલ મારનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું એવું કહેવું છે કે, મામલો મોરલ પોલીસિંગનો હોય તેમ લાગી રહ્યું છે.

હકીકતમાં, ગુરુવારે, લોકોના એક ટોળાએ મેંગલુરુના સોમેશ્વર બીચ પર ફરી રહેલા મુસ્લિમ છોકરાઓને એટલા માટે માર માર્યો કારણ કે તેઓ તેમની હિન્દુ મહિલા મિત્રો સાથે ફરી રહ્યા હતા. હાલમાં પોલીસે ચાર આરોપી યતીશ, સચિન, સુહેન, અખિલની શુક્રવારે ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેની પણ અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ પોલીસે સોમેશ્વર બીચ પર એકદમ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

ઘાયલ છોકરાઓને ડેરલકટ્ટેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે કેરળથી મેંગલુરુની એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓને મળવા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કેરળના રહેવાસી 6 મિત્રો સાંજે 7.20 વાગ્યાની આસપાસ દરિયા કિનારે ચાલી રહ્યા હતા. એટલામાં જ ચાર-પાંચ લોકો તેની પાસે આવ્યા અને તેમના નામની પૂછપરછ કરવા લાગ્યા. જ્યારે તેઓને ખબર પડી કે, છોકરાઓ મુસ્લિમ છે, તો તેઓએ તેમના પર હુમલો કર્યો અને તેમને ખુબ માર માર્યો, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને છોકરાઓને આરોપીઓથી છોડાવીને હોસ્પિટલ લઈ ગઈ હતી.

આ મામલામાં મેંગલુરુ શહેર પોલીસ કમિશનર કુલદીપ કુમાર જૈને કહ્યું કે, બાકીના આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમ કામ કરી રહી છે. હાલમાં કલમ 146 (હુલ્લડ) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું કે, ત્રણેય વિદ્યાર્થિનીઓ પોતાના ઘરે પરત ફરી છે.

વાસ્તવમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી દક્ષિણ કન્નડ જિલ્લામાં આ પ્રથમ ઘટના બની છે. તાજેતરમાં CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, નૈતિક પોલીસિંગ અને નફરતની રાજનીતિ પ્રત્યે ઝીરો ટોલરન્સ રહેશે. પાર્ટીએ કાયદો પોતાના હાથમાં લેતી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું.

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.