‘હવે તમે હિન્દુ હોવાનું પ્રમાણ આપો..’, જાણો અવિમુક્તેશ્વરાનંદે કંઈ વાતને લઈને તંત્રને 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું

મૌની અમાવાસ્યા પર ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાનને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તંત્ર પર જોરદાર પ્રહાર કર્યો અને નવી શરતો રાખી દીધી. તેમણે માંગ કરી કે, ‘40 દિવસમાં ગૌમાંસની નિકાસ બંધ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હીને બદલે, હવે હું લખનૌમાં બેસીશ.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ‘માઘનો મુદ્દો હવે પાછળ છૂટી ગયો છે. મેં મંત્રીને બધું જણાવી દીધું છે. માફી કઈ વાતની? 11 દિવસ તક આપી. માફી માગવાનો સમય હવે પૂરો થઈ ગયો. અધિકારીઓ માફી માંગી રહ્યા નહોતા, તેઓ અમને લોભ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ 10-11 માર્ચે સંતો સાથે લખનૌ જશે. 11 માર્ચે સંતો સાથે ત્યાં જ નિર્ણય લેશે. તેમણે મુખ્યમંત્રી તંત્ર પાસે માંગ કરી કે, ગૌમાંસની નિકાસ બંધ કરો.

Avimukteshwaranand1
ndtv.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે, તેમની પાસે શંકરાચાર્ય હોવાના પુરાવા માંગવામાં આવ્યા હતા અને તેમને 24 કલાકમાં જણાવવા કહેવામાં આવ્યું હતું. અને પછી કહેવામાં આવ્યું કે તેમને મેળામાં પ્રવેશથી કેમ ન વંચિત કરી દેવામાં આવે. તેમણે જવાબ આપી દીધો હતો, અને તેમનો જવાબ હજુ સુધી નકારવામાં આવ્યો નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનો જવાબ સાચો હતો.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘તમે મારી પાસેથી પુરાવા માંગ્યા છે, પરંતુ હવે તમારે પણ પુરાવા આપવા પડશે. તમારે પણ સાબિત કરવું પડશે કે તમે હિન્દુ છો. તેમણે પ્રહાર કરતા કહ્યું કે હિન્દુત્વ માત્ર ભાષણથી પ્રાપ્ત થતું નથી. તેમણે સવાલ કર્યો કે, ‘તમે ગૌ સેવા માટે શું કર્યું છે? આ હિન્દુત્વનું પહેલું પગલું છે. હિન્દુ હોવાની પહેલી શરત છે, ગાય માતાના રક્ષક હોવું. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘40 દિવસનો સમય આપી રહ્યા છીએ કે પોતે હિન્દુ અને ગૌ ભક્ત હોવાના પુરાવા આપો.

Avimukteshwaranand3
thestatesman.com

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કટાક્ષ કરતા કહ્યું કે ગૌ માતાનું માંસ વેચીને ડોલરથી રામ રાજ્ય બનાવશે. ગૌમાતાના માંસને ભેંસનું માંસ ગણાવીને તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. 40 દિવસમાં, તમે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, જો તમે આમ ન કરી શક્યા, તો તમને નકલી હિન્દુ કરાર આપવામાં આવશે.

પ્રયાગરાજમાં ફરીથી સ્નાન કરવાના પ્રશ્ન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, હવે તે બધી બાબતો પાછળ છૂટી ગઈ છે. હવે વાત અસલી હિન્દુ અને નકલી હિન્દુની છે. અધિકારીઓ તરફથી આ વાત આવી હતી, પરંતુ તેઓ આગળ ન આવ્યા. તેઓ અમને ઘણી વાતો કહેવા માંગતા હતા, પરંતુ તેમણે સ્વીકાર્યું નહીં.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.