- National
- હવે અયોધ્યામાં બનશે 20 કિમી લાંબો ભરત પથ, રામ સહિત આ 3 નામો પર પણ બની રહ્યા છે રસ્તા
હવે અયોધ્યામાં બનશે 20 કિમી લાંબો ભરત પથ, રામ સહિત આ 3 નામો પર પણ બની રહ્યા છે રસ્તા

ભગવાન રામના સૌથી પ્રિય નાના ભાઈ યોગીરાજ ભરતના નામે રામનગરીમાં ફોર લેનનો રસ્તો બનાવવામાં આવશે. આ માર્ગ 20 કિલોમીટર લાંબો હશે અને તેની કિંમત લગભગ 900 કરોડ રૂપિયા હશે. આ માર્ગ રામપથની કિનારે સ્થિત રાનોપાલી રેલવે ક્રોસિંગથી વિદ્યાકુંડ, દર્શનનગર થતો પ્રયાગરાજ હાઇવે પર ભરતની તપોસ્થળી ભરતકુંડ સુધી જશે. હાલમાં આ માર્ગ ટૂ લેનનો છે, જેને 24 મીટર પહોળો કરીને ફોર લેન બનાવવામાં આવશે. ભારત પથને તેમના જ્યેષ્ઠ ભાઈ રામના નામથી બનેલા રામપથ જેવો આકાર આપવામાં આવશે. શાસનના નિર્દેશ પર જાહેર બાંધકામ વિભાગે આર્કાઇવલ પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. રામનગરીમાં ભગવાન રામના પિતા રાજા દશરથ અને ભાઈ લક્ષ્મણના નામ પર પણ ફોર લેન માર્ગ બનાવવામાં આવી રહ્યા છે.

રામાયણમાં ભરતકુંડનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. માન્યતા છે કે, અહીં ભગવાન રામના ભાઈ ભરતે રામ વનવાસમાંથી પાછા ત્યાં સુધી ચૌદ વર્ષ સુધી તપસ્યા કરી હતી. ભગવાન રામે વનવાસમાંથી પાછા ફર્યા બાદ અહીં તેમના પિતા રાજા દશરથનું પિંડદાન કર્યું હતું. અહીં પૌરાણિક મહત્ત્વ ધરાવતું એક તળાવ પણ છે. રામનગરીમાં આવતા પર્યટક અને શ્રદ્વાંળુ, દર્શન અને પૂજન માટે ભરતકુંડ પણ જાય છે. પ્રયાગરાજ અને પૂર્વાંચલથી આવતા શ્રદ્વાંળુ આ ધાર્મિક સ્થળ પર દર્શન કરે છે. એટલે, અહીંથી રામનગરી સુધી બનનારા રસ્તાનું નામ ભરતના નામ પર રાખવામાં આવ્યું છે.
જાહેર બાંધકામ વિભાગની સર્કલ ઓફિસ તેનું ચેકિંગ કરી રહી છે, ત્યારબાદ શાસનને પ્રસ્તાવ મોકલવામાં આવશે. એક્ઝિક્યૂટિવ એન્જિનિયર એસ.પી. ભારતીએ જણાવ્યું હતું કે, રામનગરીમાં શ્રદ્વાંળુઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે માર્ગ વ્યવસ્થાને સુદૃઢ કરવામાં આવી રહી છે. ભરત પથ આ યોજનાની એક નવી કડી છે. આ અગાઉ, સઆદતગંજથી નયાઘાટ સુધી 14 કિલોમીટર લાંબો રામપથ બનાવવામાં આવ્યો છે. ગુપ્તારઘાટથી રાજઘાટ STP થતા લગભગ સાડા સાત કિલોમીટર લાંબા લક્ષ્મણ પથના નિર્માણ માટે મંજૂરી મળી ગઇ છે. ધર્મપથ નજીક NH-27 પર સ્થિત સાકેત પેટ્રોલ પંપથી થતા બિલ્વાહિરઘાટ તટબંધની સમાનાંતર, દશરથ સમાધિ થતા પૂરાબજારમાં આંબેડકરનગર હાઇવે સાથે જોડતા 15.30 કિલોમીટર લાંબા દશરથ પથનું નિર્માણ પણ 50 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે.

ટ્રાફિકની દૃષ્ટિએ સૌથી સંવેદનશીલ મહોબારાથી તેઢી બજાર ઓવરબ્રિજની સર્વિસ લેનને પહોંળો કરવામાં આવ છે. તેનો પ્રસ્તાવ અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા તરફથી સરકારને મોકલવામાં આવ્યો હતો. પ્રસ્તાવને સરકારની મંજૂરી મળી ગઈ છે. તેના માટે, જલદી જ PWD, સ્થાનિક પ્રશાસનિક ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે. વર્તમાનમાં, આ માર્ગ પર સર્વિસ લેનથી મુસાફરી કરતા લોકોને રેલવે ક્રોસિંગ પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. દુર્ઘટનાઓની દૃષ્ટિએ આ સ્થળ હોટ સ્પોટ બની ચૂક્યું છે. તેનું સમાધાન સર્વિસ લેન પહોળો કરીને શોધવામાં આવ્યો છે. સર્વિસ લેન પહોળો થવાથી કારણે લોકોને મુસાફરીમાં ખૂબ રાહત મળશે.
Related Posts
Top News
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Opinion
