NDAની હાર પર CM શિંદેએ કહ્યું- મતદારોએ વિચાર્યું કે 400 આવશે જ..અને તેઓ ફરવા ગયા

On

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં NDAને પડેલા આંચકા માટે રજા પર જતા વફાદાર મતદારોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, અમારા મતદારોએ વિચાર્યું કે અમે 400થી વધુ બેઠકો આરામથી જીતી જઈશું, તેથી તેઓ રજાઓ માણવા નીકળી ગયા. તેમણે સ્વીકાર્યું કે, વિપક્ષોએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના મતદારોમાં આ આત્મસંતોષને પકડી લીધો હતો, અને તેઓ તેમના મતદારોને એક કરવામાં સફળ રહ્યા હતા.

મુંબઈમાં મહાયુતિ સાથી પક્ષો (BJP, શિવસેના, NCP)ની સંયુક્ત રેલીમાં બોલતા, BJPના નેતા અને DyCM દેવેન્દ્ર ફડણવીસે CM એકનાથ શિંદેના દાવાને સમર્થન આપ્યું હતું કે, NDA નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાં પર પૂરતું ધ્યાન આપ્યું નથી અને તેને નકારવાનો પ્રયાસ કર્યો નથી. DyCM અજિત પવારના નેતૃત્વમાં રેલીમાં શિવસેના, BJP, NCP અને અન્ય નાના ઘટક પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. BJPની આગેવાની હેઠળની NDA લોકસભાની ચૂંટણીમાં માત્ર 17 બેઠકો જીતી શકી હતી, જ્યારે કોંગ્રેસ, NCP (શરદચંદ્ર પવાર) અને શિવસેના (UBT)નો સમાવેશ કરતી MVAને 30 બેઠકો મળી હતી. સાંગલી મતવિસ્તારમાંથી જીતેલા અપક્ષ ઉમેદવાર વિશાલ પ્રકાશબાપુ પાટીલ કોંગ્રેસના નેતા છે. CM શિંદેએ કહ્યું, 'લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે અમારી નબળી તૈયારીનો ફાયદો ઉઠાવ્યો હતો.'

તેમણે કહ્યું, 'અમારા કેટલાક મતદારો મતદાન દરમિયાન એમ માનીને રજાઓ પર ગયા હતા કે સામાન્ય ચૂંટણીમાં NDA સરળતાથી 400થી વધુ બેઠકો જીતી લેશે. આ હાર આપણને કહે છે કે, ભવિષ્યમાં વધુ વ્યૂહાત્મક અભિગમ અપનાવવાની જરૂર પડશે.' CM શિંદેએ દાવો કર્યો હતો કે, વિપક્ષી મતદારોએ તેમના મતાધિકારનો ખંતપૂર્વક ઉપયોગ કર્યો હતો અને લગભગ 80 ટકા મતદાન કર્યું હતું.

તેમણે કહ્યું, 'જો અમારા 60 ટકા મતદારો મતદાન મથકો પર આવ્યા હોત તો અમે સરળતાથી 40 બેઠકો જીતી શક્યા હોત. લોકસભાની ચૂંટણીમાં મોટા આંચકાનો સામનો કર્યા પછી અમે આરામ કરવાનું જોખમ ઉઠાવી શકીએ તેમ નથી. કોંગ્રેસની ટીકા કરતા CM શિંદેએ આરોપ લગાવ્યો કે, બોફોર્સ અને કોલસા જેવા કૌભાંડો તેના શાસન દરમિયાન થયા હતા અને એમ પણ કહ્યું હતું કે, PM મોદીનું 10 વર્ષનું શાસન નિષ્કલંક રહ્યું છે. તેમની સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'MVAને NDA કરતાં માત્ર બે લાખ વધુ વોટ મળ્યા, પરંતુ તેણે લગભગ 30 સીટો જીતી. તેઓ દરરોજ મીડિયા સામે જૂઠું બોલે છે, અને અમને લાગ્યું કે અમારા મતદારો પર તેની કોઈ અસર નહીં થાય. પરંતુ હકીકતમાં, તેની અસર અમારા મતદારો પર પડી અને અમે તેનો અસરકારક રીતે સામનો કરી શક્યા નહીં. DyCM ફડણવીસે NDA સાથી પક્ષો વિરુદ્ધ નિવેદન આપનારા પાર્ટીના કેટલાક નેતાઓને પણ આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું, 'કેટલાક પક્ષના નેતાઓ એવા છે કે, જેઓને જાહેરમાં નિવેદન આપવાની ખુબ ઉતાવળ હોય છે. હું તેમને સૂચન કરું છું કે, તેઓ પહેલા તેમના નેતાઓ સાથે વાત કરે, તેમની પરવાનગી લે અને પછી મોં ખોલે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન હેઠળ BJPએ 28 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને માત્ર 9 બેઠકો મળી હતી. શિવસેનાએ 15 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 7 બેઠકો જીતી શકી હતી. NCPએ 4 સીટો પર ચૂંટણી લડી હતી અને માત્ર 1 સીટ જીતી શકી હતી. રાષ્ટ્રીય સમાજ પાર્ટીએ 1 બેઠક પર ચૂંટણી લડી હતી અને તેનું ખાતું પણ ખોલી શકાયું ન હતું.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.