વિરોધ પક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ:શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવી શકાય?

છેલ્લાં કેટલાંક દિવસોથી કોંગ્રેસ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વચ્ચે બબાલ ચાલી રહી છે. હવે બધા વિપક્ષોએ ભેગા થઇને મુખ્ય ચૂંટણી કમિશ્નર સામેની લડાઇ તીવ્ર બનાવી છે. કોંગ્રેસ નેતા ખડગેની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમતિ સધાઇ છે.

હવે સવાલ એ છે કે, દેશની સ્વાયત સંસ્થાના મુખ્ય ચૂંટણી કમિશ્નરને તેમના પદ પરથી હટાવી શકાય? બંધારણામાં મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની જોગવાઇ છે, પરંતુ મહાભિયોગ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની જે પ્રક્રિયા છે તે મહાભિયોગ જેવી જ છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે ભ્રષ્ટાચાર કે પક્ષપાત સાબિત થાય તો હટાવી શકાય અથવા તેઓ માનસિક કે શારિરીક રીતે અસમર્થ સાબિત થાય તો હટાવી શકાય.

લોકસભા કે રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય.

About The Author

Related Posts

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.