મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મુદ્દે ભાજપ અને એનડીએ ગઠબંધને કોંગ્રેસ સહિત વિપક્ષી 'ઇન્ડિયા' બ્લોક પર 'મહિલા વિરોધી' હોવાનો આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. ભાજપના નેતાઓ આ દિવસને 'કાળો દિવસ' ગણાવી રહ્યા છે અને દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ અને આરોપો મૂક્યા છે. પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે જે બિલ લાવવામાં આવ્યું હતું તે ખરેખર મહિલા અનામત માટે નહીં, પણ સીમાંકન (સીટોની ફેરબદલ) માટે હતું. તેમણે કહ્યું- અમે વિચારી રહ્યા હતા કે આટલી બધી ઉતાવળ શું છે? અચાનક સત્ર કેમ બોલાવવામાં આવ્યું? પાંચ રાજ્યોમાં ચૂંટણી છે અને સરકારને ગમે તેમ કરીને સત્તા જોઈએ છે. તેમણે આરોપ લગાવ્યો કે બિલનો ડ્રાફ્ટ માત્ર એક દિવસ પહેલા જ કેમ જાહેર કરવામાં આવ્યો?

01

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે- ભાજપ મહિલાઓના નામે સત્તામાં રહેવા માંગે છે, પણ મહિલાઓ મૂર્ખ નથી. મણિપુરની ઘટના, ઉન્નાવ કાંડ અને મહિલા કુસ્તીબાજો સાથે જે થયું ત્યારે કોઈ પૂછવા નહોતું ગયું. 'મહિલાઓના મસીહા' બનવું એટલું સહેલું નથી. સરકાર જાણતી હતી કે આ બિલ પાસ નહીં થાય. આ એક ષડયંત્ર હતું કે જો બિલ પાસ થાય તો મસીહા બની જવું અને જો ન થાય તો વિપક્ષને મહિલા વિરોધી ગણાવવા. અમે સરકારના આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે જો સરકાર ખરેખર મહિલાઓને હક આપવા માંગતી હોય, તો 2023માં સર્વસંમતિથી પસાર થયેલું બિલ જ લાગુ કરવું જોઈએ. તેમણે કહ્યું જો 2029ની ચૂંટણીથી જ મહિલાઓને અનામત આપવી હોય, તો 2023ના બિલમાં જરૂરી નાના-મોટા સુધારા કરીને તેને લાવો. અમે તેનું સંપૂર્ણ સમર્થન કરીશું.

02

સીમાંકન (Delimitation) અંગેના સવાલ પર તેમણે કહ્યું કે સરકાર પોતાની સત્તા બચાવવા માટે બેઠકોની ભૂગોળ બદલવાનું કાવતરું કરી રહી છે, જેની કોઈ જરૂર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જનતા મોંઘવારીથી પરેશાન છે અને બધું જોઈ રહી છે. 2029ની ચૂંટણીમાં અનામત વગર પણ 33% મહિલાઓ ચૂંટણી લડશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. અંતમાં તેમણે યાદ અપાવ્યું કે યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 'લડકી હૂં, લડ શકતી હૂં' નારા સાથે 40% મહિલાઓને ટિકિટ આપી હતી.

About The Author

Related Posts

Top News

આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

શું તમારા ઘરમાં પણ વિવિધ ઉપકરણો સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે પણ વીજળી વાપરે છે? જો એમ હોય, તો...
Tech and Auto 
આ 6 ઉપકરણો બંધ હોવા છતા વીજળી ખેંચે છે; સરકારે વીજળી બિલને ઘટાડવાનો રસ્તો જણાવ્યો

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.