- National
- શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ
શું ઘઉંથી ખરી રહ્યા હતા બુલઢાણાના લોકોના વાળ? ડૉક્ટરના દાવા પર શું બોલ્યા ખેડૂત અને એક્સપર્ટ

મહારાષ્ટ્રના ડૉક્ટર હિંમતરાવ બાવસ્કરના પંજાબ અને હરિયાણાના ઘઉંમાં સેલેનિયમની વધુ માત્રાને કારણે વાળ ખરવાનું કારણ બતાવવાના દાવા પર પ્રતિક્રિયા આપતા ખેડૂત નેતાઓ અને કૃષિ વિશેષજ્ઞોએ જળમૂળથી નકારી દીધો છે. ડૉક્ટર બાવસ્કરે દાવો કર્યો હતો કે, પંજાબ અને હરિયાણાથી આવનારા ઘઉંમાં સેલેનિયમની માત્રા વધુ હોવાને કારણે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં યુવાઓ તેજીથી ટકલા થઈ રહ્યા છે.

જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર રણજીત સિંહ ધૂમને કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, પંજાબે હરિતક્રાંતિ લાવી અને દાયકાઓથી દેશને અનાજ આપ્યું. જે ઘઉં પંજાબમાં ખવાઇ રહ્યું છે અને ઉગાડવામાં આવી રહ્યું છે, એજ આખા દેશમાં જાય છે. જો તેમાં કોઈ પરેશાની હોત તો સૌથી પહેલા પંજાબના લોકોમાં અસર દેખાતી. આ કોઈ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાનું રિસર્ચ નથી, પરંતુ માત્ર એક વ્યક્તિનો દાવો છે.

ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, આ પંજાબને બદનામ કરવાનું ષડયંત્ર છે, અમારા વાળ લાંબા અને જાડા છે. જો એવા ઘઉં હોત તો સૌથી પહેલા અમે પ્રભાવિત થતા. આજ સુધી અમે એવી વાત સાંભળી નથી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ડૉક્ટર બાવસ્કરે જાન્યુઆરીમાં બુલઢાણાના 200 ગ્રામજનોમાં અચાનક વાળ ખરી જવાના સમાચાર મળ્યા બાદ પોતાના સ્તર પર એક રિસર્ચ કર્યું હતું, જેના પર તેમણે લગભગ 92,000 રૂપિયા ખર્ચ કર્યા. 25 અને 26 જાન્યુઆરીએ તેમણે પ્રભાવિત ગામોમાંથી બ્લડ, યુરીન અને ઘઉંના સેમ્પલ એકત્ર કર્યા હતા. જોકે આ દાવાને લઈને હવે ખેડૂત સંગઠનો અને કૃષિ વિશેષજ્ઞોએ ડૉક્ટર બાવસ્કરની થિયોરીને નકારતા કહ્યું છે કે આ આધારહીન અને વૈજ્ઞાનિક પ્રમાણો વિરુદ્ધ છે.
Top News
26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા
પદ-પૈસા આપણી સંપત્તિ હોય, તો એક દિવસ તેનો અંત આવે, પણ માન-સન્માન આપણી સંપત્તિ હોય, તો તે અનંત છે!
દેશમાં કોવિડ NB.1.8.1 અને LF.7નો પ્રવેશ, જાણો હાલની સ્થિતિ
Opinion
-copy54.jpg)