ટિકિટ ન આપી તો કોંગ્રેસમાં જતો રહીશ, હરિયાણા BJPના દિગ્ગજની ખુલ્લી ચીમકી

On

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટેન્શન વધારતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે દાવો કર્યો કે, જો તેમણે ટિકિટ ન આપી તો તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ જશે. તેઓ રાજ્યની હાઇપ્રોફાઇલ સીટ બાદશાહપુરથી ટિકિટ માગી રહ્યા છે. ખાસ વાત છે કે, આ સીટ પર વરિષ્ઠ નેતા સુધા યાદવથી લઇને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના પૂર્વ OSD સહિત ઘણા નેતા દાવેદારી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાવ નરબીર સિંહે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ આ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે. વર્ષ 2019માં મને ટિકિટ મળી નહોતી. આ વખત હું અપક્ષ ઉમેદવાર બનીને ચૂંટણી નહીં લડું. મેદાનમાં માત્ર 2 જ પાર્ટીઓ છે. તો જો ભાજપ મને ટિકિટ નથી આપતી, તો હું કોંગ્રેસમાં સામેલ થઇ જઇશ. રાવ નરબીર સિંહનો દાવો છે કે બાદશાહપુર વિધાનસથા સીટ પરથી તેઓ જ જીતનારા ઉમેદવાર છે. એવા સમાચાર છે કે પૂર્વ સાંસદ સુધા યાદવ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તેઓ બાદશાહપુર સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. એવામાં નરબીર સિંહને ટિકિટ મળવાની સંભાવનાઓ ઓછી નજરે પડી રહી છે. જો કે, અત્યાર સુધી પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી નથી. એ સિવાય ગુરુગ્રામના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દરજીત સિંહ પણ બાદશાહપુર અને અહિરવાલના ટિકિટ વિતરણમાં સક્રિય નજરે પડી રહ્યા છે. વર્ષ 2019માં હારનો સામનો કરનાર મનીષ યાદવ પણ ટિકિટની ઇચ્છા રાખી રહ્યા છે. તો ખટ્ટરના પૂર્વ OSD જવાહર યાદવ પણ અહી એક્ટિવ છે. એ સિવાય ભાજપના જિલ્લા અધ્યક્ષ કમલ યાદવ પણ દાવેદારી રજૂ કરી રહ્યા છે.

જો કે, જવાહર યાદવ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીની વિચારધારા સાથે કામ કરતા રહેશે. મતદારોની સંખ્યાના હિસાબે પણ એ રાજ્યની સૌથી મોટી સીટ છે. ગુડગાંવ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી 9 સીટોમાંથી એક બાદશાહપુર સેગમેન્ટમાં 4.5 લાખ મતદાતા છે. રિપોર્ટમાં ભાજપના અનુમાનના સંદર્ભે બતાવવામાં આવ્યું કે બાદશાહપુરમાં લગભગ 1.25 લાખ અહીર (યાદવ), 60 હજાર જાટ, 50 હજાર અનુસુચિત જાતિના સભ્ય, 35 હજાર બ્રાહ્મણ અને 30 હજાર પંજાબી છે. સાથે જ અહી ગુજ્જર, રાજપૂત અને મુસ્લિમ વોટર પણ છે.

Related Posts

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.