ખેડૂતના વાડામાંથી મળ્યો રેડ સેન્ડ બોઆ સાપ, જેની આંતરરાષ્ટ્રીય કિંમત કરોડો રૂપિયા, વન વિભાગની ટીમે જંગલમાં છોડી દીધો

આગર માલવાના બાંસખેડી ગામમાં એક ખેડૂતના વાડામાંથી એક દુર્લભ રેડ સેન્ડ બોઆ સાપ મળી આવ્યો હતો . આ સાપની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. સાપ મળ્યાની માહિતી મળતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાપને સાવધાનીપૂર્વક બચાવીને જંગલમાં છોડી દીધો હતો. વન વિભાગ જણાવે છે કે, આ પ્રકારની પ્રજાતિ ઝેરી નથી હોતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં બોલાય છે.

મધ્યપ્રદેશના આગર માલવાના બાંસખેડી ગામમાં એક ખેડૂતના વાડામાંથી રેડ સેન્ડ બોઆ સાપ મળી આવ્યો હતો. આ સાપને ખૂબ જ દુર્લભ પ્રજાતિ માનવામાં આવે છે. સાપને જોતાં જ ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેવી માહિતી મળી કે તરત જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, અને સાપને બચાવીને જંગલમાં છોડી દીધો હતો. આ પ્રજાતિની કિંમત કરોડો રૂપિયાની હોવાનું કહેવામાં આવે છે.

Red-Sand-Boa-Snake
public.app

વન વિભાગના ચોકીદાર ભેરુ સિંહે ત્યાં પહોંચીને સૌપ્રથમ પરિસ્થિતિનું બરાબર જોઈ લીધી અને ત્યાર પછી, વન રક્ષકો ગોવિંદ શર્મા અને રાકેશ કુંભકારે સાવધાનીપૂર્વક સાપને પકડીને તેને બચાવ્યો. સાપને વન વિભાગની કચેરીમાં લાવવામાં આવ્યો, જ્યાં રેન્જર લક્ષ્મી નારાયણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, પશુ ચિકિત્સક ડૉ. અરવિંદ મહાજન દ્વારા તેની તબીબી તપાસ કરવામાં આવી. આ તબીબી તપાસમાં સાપ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું હતું.

આ સાપ રેડ સેન્ડ બોઆ પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું, જે ઝેરી નથી હોતો. તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં દાણચોરી કરવામાં આવે છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, આ સાપ ભારતના અમુક જ વિસ્તારોમાં જોવા મળે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરોડો રૂપિયામાં વેચાય છે.

Red-Sand-Boa-Snake2
aajtak.in

સાપનો બચાવ કર્યા પછી, વન વિભાગની ટીમે તેને સુરક્ષિત રીતે તેના કુદરતી નિવાસસ્થાન, જંગલમાં પાછો છોડી દીધો હતો. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે, જો તેઓ આ પ્રકારનું કોઈ દુર્લભ વન્યજીવ અથવા સરિસૃપ જુએ તો તાત્કાલિક વિભાગને જાણ કરે. વિભાગે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ સાપ કે અન્ય વન્યજીવોને પકડવાનો કે તેની સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રયાસ કરવો જોઈએ નહીં. આવી ઘટનાઓમાં, નિષ્ણાત અને પ્રશિક્ષિત ટીમની મદદ જ આ પ્રકારના પ્રાણીઓને સુરક્ષિત રીતે બચાવી શકાય છે. આ સાપના બચાવના ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.