- National
- ધોની કરતા આગળ નિકળ્યો રોહિત શર્મા, બનાવ્યો આ નવો રેકોર્ડ
ધોની કરતા આગળ નિકળ્યો રોહિત શર્મા, બનાવ્યો આ નવો રેકોર્ડ

વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ યશસ્વી જેસવાલ સાથે મળીને મજબૂત શરૂઆત કરી. રોહિત શર્માએ તેની હાફ સેન્ચ્યુરી પૂરી કરી. આ દરમિયાન તેણે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડતા એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વેસ્ટઈન્ડિઝ સામે હાફ સેન્ચ્યુરી કરવાની સાથે રોહિત શર્માના નામે 443 આંતરરાષ્ટ્રીય મેચોમાં 17300 રનથી વધારે થઈ ચૂક્યા છે. રોહિત ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રન બનાવવામાં હવે પાંચમા સ્થાને આવી ગયો છે. રોહિત પહેલા હજુ ચાર બેટ્સમેન છે જેમાં માત્ર વિરાટ કોહલી જ સક્રિય છે. જ્યારે ત્રણ ખેલાડીઓએ નિવૃત્તિ લઈ લીધી છે.
ધોનીથી આગળ નિકળ્યો રોહિત
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 17266 રન છે. ધોનીએ આ ઉપલબ્ધિ 535 મેચોમાં હાંસલ કરી છે. ત્યાર બાદ હવે ધોની ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રન બનાવવાના મામલામાં છઠ્ઠા સ્થાને છે.
નંબર 1 સચિન તેંદુલકર
ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓમાં પહેલા સ્થાને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને 664 મેચોમાં 34357 રન બનાવ્યા છે. જેમાં 100 સદી સામેલ છે.
વિરાટ કોહલીનો નંબર સચિન પછી આવે છે
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મામલામાં બીજા સ્થાને વિરાજમાન છે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં કુલ 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેના નામે 25641 રન નોંધાયા છે.
રાહુલ દ્રવિડે પણ રનોની વર્ષા કરી છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અને હાલમાં ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ સૌથી વધારે રન બનાવવાના મામલામાં ત્રીજા સ્થાને છે. રાહુલ દ્રવિડ ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 504 મેચોમાં 24064 રન બનાવી ચૂક્યો છે.
સૌરવ ગાંગુલી ચોથા નંબરે
આ ઉપરાંત ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આ શ્રેણીમાં ચોથા સ્થાને છે. દાદાએ ભારતીય ટીમ માટે કુલ 421 મેચો રમી છે. જેમાં તેમણે 18433 રન બનાવ્યા છે. જોકે રોહિત શર્માનો બીજો ટાર્ગેટ હવે ગાંગુલીના આ આંકડાને પાર કરવાનો રહેશે.
Related Posts
Top News
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Opinion
