પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કર્યા PM મોદીના વખાણ

On

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે મોદી વિરોધી નથી. મેં ઘણી વખત કહ્યું છે કે તેમના વડાપ્રધાન બનવાથી હિન્દુઓનુ સ્વમાન જાગી ગયું છે. અમે કોઈની નિંદા કરી રહ્યા નથી. અમે તેમના વખાણ કરીએ છીએ. 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેનાથી બરાબર પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે અગાઉ ઘણી વખત શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જો કે રવિવારે તેમણે તેનાથી વિરૂદ્ધ નિવેદન આપ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા.

તેમણે પોતાના નિવેદનમાં રવિવારે કહ્યું કે સત્ય એ છે કે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી હિન્દુઓનું સ્વમાન જાગી ગયું છે. એ નાની વાત નથી. અમે ઘણી વખત સાર્વજનિક રૂપે કહ્યું છે. અમે મોદી વિરૂદ્ધ નહીં, મોદીના ફેન્સ છીએ. અમે તેમના વખાણ કરીએ છીએ કેમ કે સ્વતંત્ર ભારતમાં એવા કયા વડાપ્રધાન છે જે એટલા બહાદુર છે. જે હિન્દુઓ માટે દૃઢતાથી ઉભા છે. અમે કોઈની નિંદા કરતા નથી પરંતુ તેઓ પહેલા એવા વડાપ્રધાન છે જે હિન્દુ ભાવનાઓનું સમર્થન કરે છે.

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ થોડા દિવસ અગાઉ જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અર્ધનિર્મિત મંદિરમાં ભગવાનને સ્થાપિત કરવા ન્યાયોચિત અને સમ્મત નથી. અમે વડાપ્રધાન મોદીના વિરોધી નહીં, હિતેચ્છપં છીએ. એટલે સલાહ આપી રહ્યા છીએ કે શાસ્ત્રો મુજબ કાર્ય કરે. અગાઉ તત્કાલીન પરિસ્થિતિઓમાં મુહૂર્ત જોયા વિના રામની મૂર્તિને વર્ષ 1992મા સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સમયમાં પરિસ્થિતિઓ અનુકૂળ છે. એવામાં ઉચિત મુહૂર્ત અને સમયની રાહ જોવી જોઇએ.

તેની સાથે જ તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત બધા પદાધિકારીઓના રાજીનામાની માગ પણ કરી હતી. તેઓ ચંપત રાયના એ નિવેદનથી નારાજ છે કે રામ મંદિર રામાનંદ સપ્રદાય સાથે જોડાયેલા લોકોનું છે. શૈવ અને શાક્તનું નહીં. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે કે શંકરાચાર્ય અને રામાનંદ સંપ્રદાયના ધર્મશાસ્ત્ર અલગ હોતા નથી. જો રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે તો સોંપી દેવું જોઈએ.  ચારેય પીઠના શંકરાચાર્યના કોઈ રાગ દ્વેષ નથી. પરંતુ શાસ્ત્રો મુજબ, વિધિનું પાલન કર્યા વિના મૂર્તિ સ્થાપિત કરવી સનાતની જનતા માટે ઉચિત નથી. શંકરાચાર્યએ કહ્યું કે, નિર્મોહી અખાડાને પૂજા અધિકાર આપવા સાથે જ રામાનંદ સંપ્રદાયને મંદિર વ્યવસ્થાની જવાબદારી સોંપવી જોઈએ.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.