સુહાગરાતે જ 42 વર્ષીય વરરાજાએ પ્રાણ છોડ્યા, સાસરિયે પહોંચેલી કન્યા ભાંગી પડી

પરવેઝ આલમ ઉર્ફે ગુડ્ડુ (42), જે અમરોહામાં લગ્ન પછી તેની દુલ્હન સાથે ઘરે પરત ફર્યો હતો, તેનું લગ્નની રાત્રે જ તેના શરીરમાંથી પ્રાણ છૂટી ગયા. શનિવારે મોડી રાત્રે ગુડ્ડુની તબિયત અચાનક બગડી ગઈ. સારવારની કોશિશ ચાલુ હતી તે દરમિયાન તેણે પ્રાણ છોડી દીધા. ડોક્ટરોએ તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું જણાવ્યું છે.

ગુડ્ડુ અમરોહા શહેરના મોહલ્લા નોગજાનો રહેવાસી હતો. તેના માતાપિતા અને મોટા ભાઈ, જે જામા મસ્જિદ રોડ પર એક પુસ્તકની દુકાન ચલાવતા હતા, તેમનું અવસાન થઈ ચૂક્યું હતું. ત્યારથી, તે તેના નાના ભાઈ પપ્પુ સાથે રહેતો હતો.

Groom-Suffers-Heart-Attack2
bhaskarenglish.in

શનિવારે રાત્રે, ગુડ્ડુના લગ્નનો વરઘોડો મોહલ્લા નલ નવી વસ્તીમાં એક મેરેજહોલમાં ગયો હતો. ત્યાં, તેણે મોહલ્લા બડા દરબારમાં રહેતા એક પરિવારની પુત્રી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી, ગુડ્ડુ દુલ્હન અને સંબંધીઓ સાથે ઘરે પાછો ફર્યો.

વાલિમા (લગ્ન પછીનો ભોજન સમારંભ) રવિવારે નક્કી કરવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, ગુડ્ડુની તબિયત અચાનક બગડી ગઈ. તેણે પરિવારને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તેને મુરાદાબાદ ટ્રાન્સફર કર્યો. મુરાદાબાદ હોસ્પિટલમાં પહોંચ્યા પછી, ડોક્ટરોએ તેને જોતા જ મૃત જાહેર કર્યો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ડોક્ટરે કહ્યું કે, તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે.

Groom-Suffers-Heart-Attack
amarujala.com

લગ્નના થોડા કલાકો પછી જ વરરાજાના મૃત્યુથી બધા સ્તબ્ધ થઈ ગયા. લગ્નના લાલ કપડાં પહેરેલી કન્યા આ સમાચાર સાંભળીને જ બેહોશ થઈ ગઈ. ભાનમાં આવ્યા પછી તેના આંસુ રોકી શકી નહીં.

વારંવાર પછડાટ ખાઈ રહેલી કન્યાની આંખમાંથી નીકળેલા આંસુઓએ તેનો બધો શણગાર ધોઈ નાખ્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે દુલ્હન તરીકે તેના સાસરિયાના ઘરે પહોંચ્યા પછી તરત જ, તેને તેના પતિના અંતિમ સંસ્કાર જોવા પડ્યા હતા. તેની આસપાસના સંબંધીઓ અને મહિલાઓ, જે વારંવાર બેહોશ થઇ જતી કન્યાને સાંત્વના આપી રહી હતી, તેઓની આંખો પણ રડી રહી હતી.

Groom-Suffers-Heart-Attack1
maharashtratimes.com

દરેક વ્યક્તિ તે દુ:ખદ ક્ષણને કોસતા હતા, જેણે નવદંપતી તેના ઘર સંસારની શરૂઆત કરે તે પહેલાં જ બરબાદ કરી દીધું હતું. સંજોગો સામે દરેક વ્યક્તિ લાચાર હતા. પરવેઝ આલમ ઉર્ફે ગુડ્ડુના ભાઈ પપ્પુએ જણાવ્યું હતું કે, લગ્ન છ મહિના પહેલા જ નક્કી થઈ ગયા હતા. તેમને આશા હતી કે તેમના ભાઈના લગ્નનો આનંદ તેમના પિતા કાદિર અહેમદ, તેમની માતા અફસારી અને તેમના મોટા ભાઈ તનવીરના મૃત્યુ પછી પરિવારમાં જે ખાલીપણું હતું તે દૂર કરશે. જોકે, ભાગ્યને કંઈ બીજું જ મંજુર હતું.

બે બહેનો, શહનાઝ અને સનુજ બેગમ, પરિણીત છે અને તેથી ભાગ્યે જ તેમના માતાપિતાના ઘરે આવવાનું થાય છે. પપ્પુએ બતાવ્યું કે, લગ્નના બીજા દિવસે, રવિવારે લગ્નના જમણવારની તૈયારીઓ ચાલી રહી હતી. સમાજમાં કાર્ડ પહેલેથી જ વહેંચી દેવામાં આવ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે, લગ્નની તૈયારીઓ છોડીને વરરાજા બનેલા ભાઈને અંતિમ વિદાય આપવી પડી હતી. શોકગ્રસ્ત સંબંધીઓ અને પડોશીઓએ રવિવારે બપોરે ગુડ્ડુના મૃતદેહને દફનાવી દીધો હતો.

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.