ચોર ચિતાની રાખમાંથી આર્ટિફિશિયલ ઘૂંટણ કાઢીને ભાગ્યો! લોકોએ તેને પકડીને ધોયો

દેશભરમાં વધતી ચોરીઓ વચ્ચે, પંજાબના ભટિંડામાંથી એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ સ્મશાનભૂમિમાં ચિતાની રાખમાંથી મૃતકના સ્ટીલના ઘૂંટણ ચોરી લીધા. તે આર્ટિફિશિયલ ઘૂંટણ વેચવા માટે ડૉક્ટર પાસે જઈ રહ્યો હતો તે પહેલાં એક ગ્રામજનોએ તેને પકડી લીધો, પકડાઈ જવાના કારણે તે વાતને ગોળ ગોળ ફેરવવા લાગ્યો.

Artificial-Knees-Stolen1
bhaskar.com

જ્યારે મૃતકના પરિવારના સભ્યો ચિતાની રાખ લેવા આવ્યા, ત્યારે તેમને ઘૂંટણ ગાયબ જોવા મળ્યા. ત્યાર પછી પરિવારના સભ્યોએ યુવાનની શોધ કરી અને તેને ઘૂંટણ લઈ જતા પકડી લીધો. અહીં તમને બતાવી દઈએ કે, આર્ટિફિશિયલ ઘૂંટણની કિંમત આશરે 2.5 લાખ રૂપિયા છે. આ ઘટના પછી, ગ્રામજનોએ એક વીડિયો જાહેર કર્યો, જેમાં જણાવ્યું હતું કે, મૃતદેહો પણ હવે પંજાબમાં સુરક્ષિત નથી. જોકે, આ મામલે કોઈ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી.

રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર ઘટના ભટિંડાના ભાઈ બખ્તૌર ગામમાં બની હતી. ગામના રહેવાસી સૌદાગર સિંહનું બે દિવસ પહેલા અવસાન થયું હતું. તેના બંને ઘૂંટણની સર્જરી થઈ હતી અને તેને આર્ટિફિશિયલ ઘૂંટણ રિપ્લેસમેન્ટ કરાવાયા હતા. તેની કિંમત આશરે 2.5 લાખ રૂપિયા હતી. તેના મૃત્યુ પછી, ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બીજા દિવસે, એક યુવાન ચોરી કરવા આવ્યો. મૃતકના પુત્ર કુલવિંદર સિંહે કહ્યું કે ચોરીના બનાવો ઝડપથી વધી રહ્યા છે. હવે, મૃતદેહો પણ સુરક્ષિત નથી.

ambalal-patel2
gujarati.abplive.com

અહેવાલો અનુસાર, જ્યારે પરિવારે જોયું કે કોઈ લાકડી વડે ચિતાની રાખને ખોળી રહ્યું છે, ત્યારે તેમને કોઈ તાંત્રિક અથવા અન્ય ગુપ્ત પ્રવૃત્તિની શંકા ગઈ. તેઓ તપાસ કરવા ગયા. આ દરમિયાન, પરિવારે યુવાનને જોયો અને તેને પકડી લીધો. કડક પૂછપરછ પછી, યુવાનએ સ્વીકાર્યું કે તે મૃતકના ઘૂંટણને લેવા આવ્યો હતો. આ ઘટનાએ માનવતાને શરમજનક બનાવી છે. આરોપીનો દાવો છે કે તે ઘૂંટણ વેચવાની યોજના બનાવી રહ્યો હતો.

Artificial-Knees-Stolen4
bhaskar.com

ગ્રામજનોનું કહેવું છે કે પંજાબમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહો પણ સુરક્ષિત નથી. તેમનું કહેવું છે કે ઘૂંટણ ચોરનાર વ્યક્તિ ભલે ગરીબ હોઈ શકે છે, પણ શક્ય છે કે ચોરી પાછળ અનેક લોકોનો હાથ હોય. તેમનું કહેવું છે કે તેમને શંકા છે કે કોઈ બીજાએ આ ઘૂંટણ ચોરી કરવા માટે કહ્યું હશે. તેમનું કહેવું છે કે ચોરી પાછળ કોઈ મોટા વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.