શું કોર્ટને મંદિર અને ન્યાયાધીશોને ભગવાન સમાન માનવા જોઈએ?CJI ચંદ્રચુડે શું કહ્યુ

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું છે કે, ન્યાયાધીશોને ભગવાન સાથે સરખાવવાનું વલણ ખતરનાક છે, કારણ કે ન્યાયાધીશોનું કામ જનહિતની સેવા કરવાનું છે. CJI ચંદ્રચુડે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નેશનલ જ્યુડિશિયલ એકેડમીની પ્રાદેશિક પરિષદને સંબોધિત કરતા આ વાત કહી.

CJI ચંદ્રચુડે કાર્યક્રમમાં કહ્યું કે ઘણીવાર અમને માનનીય અથવા લોર્ડશિપ અથવા લેડીશિપ તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે લોકો કહે છે કે, કોર્ટ ન્યાયનું મંદિર છે, તે એક મોટો ભય છે. તે ખૂબ જ ખતરનાક છે કે, અમે તે મંદિરોમાં પોતાને ભગવાન તરીકે જોવાનું શરૂ કરીએ છીએ.

મીડિયા સૂત્રો અનુસાર, CJIએ વધુમાં કહ્યું કે જ્યારે તેમને કહેવામાં આવે છે કે કોર્ટ ન્યાયનું મંદિર છે, ત્યારે તેમને સંકોચ થાય છે, કારણ કે મંદિરમાં ન્યાયાધીશોને દેવતાના દરજ્જામાં માનવામાં આવે છે. CJIએ કહ્યું, 'હું લોકોના સેવક તરીકે ન્યાયાધીશની ભૂમિકાને ફરીથી વ્યાખ્યાયિત કરવા માંગુ છું અને જ્યારે તમે તમારી જાતને એવા લોકો માનવ લાગો છો જે અન્યની સેવા કરવા માટે હોય છે, ત્યારે તમે કરુણા, સહાનુભૂતિ, ન્યાય કરવાની કલ્પના લાવો છો. પરંતુ બીજાના વિશે નિર્ણયાત્મક નથી હોતા.'

તેમણે કહ્યું કે, ફોજદારી કેસમાં કોઈને સજા સંભળાવતી વખતે પણ ન્યાયાધીશ કરુણાની ભાવનાથી આવું કરે છે, કારણ કે અંતે તો માણસને સજા થાય છે. CJI ચંદ્રચુડે કહ્યું, 'તેથી મને લાગે છે કે બંધારણીય પાત્રની આ વિભાવનાઓ માત્ર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશો માટે જ નહીં પરંતુ જિલ્લા ન્યાયતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે સામાન્ય નાગરિકોની ભાગીદારી સૌથી પહેલા જિલ્લા ન્યાયતંત્રથી શરૂ થાય છે.'

તેમણે કહ્યું, 'આપણે બંધારણીય અર્થઘટનના માસ્ટર હોઈ શકીએ છીએ, પરંતુ બંધારણીય નૈતિકતા અંગે કોર્ટનો દૃષ્ટિકોણ ન્યાયી સમાજની સ્થાપના કરે છે.' CJI ચંદ્રચુડે AI-સહાયિત સૉફ્ટવેર વિશે વાત કરી જે અંગ્રેજીથી સ્વતંત્ર થયા પછી સુપ્રીમ કોર્ટના 37,000થી વધુ ચુકાદાઓને તમામ બંધારણ-માન્ય પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરવા માટે ચાલુ કાર્યમાં મદદ કરે છે.

CJIએ ન્યાયતંત્રમાં લોકો માટે અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો માટે નિર્ણયો સુધી પહોંચવામાં અને તેને સમજવામાં મુખ્ય અવરોધ એ ભાષાનું અંતર છે. CJI ચંદ્રચુડે કહ્યું, 'ટેક્નોલોજી આપણને કેટલાક જવાબો આપી શકે છે, મોટાભાગના ચુકાદાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે, તેથી હવે અમે તેમની મદદથી અનુવાદ કરી શક્યા છીએ.'

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.