‘ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નહીં’, હાઇ કોર્ટે વીમા કંપનીને વળતર આપવાનો આપ્યો આદેશ

મુંબઇમાં રોડ દુર્ઘટનાના એક કેસ પર સુનાવણી કરતા મુંબઈ હાઇ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નહીં, પરંતુ માનવીય બેદરકારી છે. એક વીમા કંપનીએ રોડ એક્સિડન્ટમાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને વળતર આપવા વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી. તેને કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એસ.જી. ડિગેની એકલ પીઠે 17 ફેબ્રુઆરીના રોજ પોતાના આદેશમાં ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સ કંપની લિમિટેડની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યૂનલના વર્ષ 2016ના એક નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી અપિલને ફગાવી દીધી.

તેમાં પીડિત મકરંદ પટવર્ધનના પરિવારને 1.25 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 25 ઓક્ટોબર 2010ના રોજ પટવર્ધન પોતાના 2 સાથીઓ સાથે પૂણેથી મુંબઈ કારમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન કારણ પાછળ પૈડાનું ટાયર ફાટી ગયું અને કાર એક ખીણમાં જઈ પડી. આ અકસ્માતમાં પટવર્ધનનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું કે, પીડિતે પોતાના પરિવારનો એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો. તો વીમા કંપનીએ પોતાની અપીલમાં કહ્યું હતું કે, વળતરની રકમ હદથી વધારે છે અને ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ છે, ન કે ડ્રાઈવરની બેદરાકરીનું પરિણામ.

તો હાઇ કોર્ટે આ અપિલને સ્વીકાર કરવાની ના પાડી દીધી અને કહ્યું કે, ‘એક્ટ ઓફ ગોડ’નો ડિક્શનરીમાં અર્થ સંચાલનમાં બેકાબૂ પ્રાકૃતિક શક્તિઓનું એક ઉદાહરણ છે. આ ઘટનામાં ટાયર ફાટવાનું ઈશ્વરનું કાર્ય નહીં કહી શકાય. એ માનવીય બેદરકારી છે.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે આગળ કહ્યું કે, ‘ટાયર ફાટવાના ઘણા કારણ છે, જેમ કે પુરપાટ ઝડપ, ઓછી હવા, વધારે હવા કે પછી સેકન્ડ હેન્ડ ટાયર અને તાપમાન.’ આદેશમાં કહ્યું કે, કારના ડ્રાઇવરને યાત્રા કરવા આ ટાયરની સ્થિતિની તપાસની તપાસ કરવાની હોય છે. ટાયર ફાટવાને નેચનલ એક્ટ નહીં કહી શકાય. એ માનવીય બેદરકારી છે. હાઇ કોર્ટે એમ પણ કહ્યું કે, ટાયર ફાટવાને માત્ર એક્ટ ઓફ ગોડ કહી દેવું વીમા કંપનીને વળતર આપવાથી છોડવાનો આધાર નહીં હોય શકે.

શું હોય છે એક્ટ ઓફ ગોડ?

વૈધાનિક રીતે એક્ટ ઓફ ગોડને એક્ટ ઓફ ગોડને ફોર્સ મેચ્યોર ક્લોઝ (FMC) તરીકે સમજવામાં આવે છે. એક્ટ ઓફ ગોડ એક એવી સ્થિતિ છે, જેમાં બંને તરફની પાર્ટીઓ દાયિત્વ મુક્ત થઈ જાય છે કે, તે સ્થિતિ કોઈના વશમાં હોતી નથી. એક્ટ ઓફ ગોડ એક ફ્રેંચ ટર્મ છે. તેમાં યુદ્ધ જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓ સાથે પ્રાકૃતિક આપત્તિઓને સામેલ કરવામાં આવે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.