- National
- પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડી પાડી અને પછી બંનેના કરાવી દીધા લગ્ન
પતિએ પોતાની પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડી પાડી અને પછી બંનેના કરાવી દીધા લગ્ન
સામાન્ય રીતે જ્યારે પત્ની કે પતિના અફેરનો મામલો સામે આવે છે, ત્યારે ઘરમાં હોબાળો મચી જાય છે, પરિવાર તૂટવા સુધીની નોબત પણ આવી શકે છે, પરંતુ વારાણસીના રાજાતલાબ વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા. અહીં એક પતિએ 25 વર્ષથી સાથ નિભાવી રહેલી પત્નીને પ્રેમી સાથે રંગે હાથ પકડ્યા બાદ કોઈ હોબાળો ન કર્યો, પરંતુ તેનાથી વિરુદ્ધ એજ પ્રેમી સાથે પત્નીના લગ્ન કરાવી દીધા. આ લગ્ન ધાંગણબીર મંદિરમાં પૂરા રીત-રિવાજ સાથે થયા હતા અને હવે તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ કહાની મિર્ઝાપુર જિલ્લાના અહરૌરાના રહેવાસી અરવિંદ પટેલ અને તેની પત્ની સાથે જોડાયેલી છે. અરવિંદના લગ્ન લગભગ 25 વર્ષ અગાઉ ચંદૌલી જિલ્લાના દુલ્હીપુર ગામમાં થયા હતા. બંનેને 2 બાળકો છે. મોટી પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે અને પુત્ર હવે 18 વર્ષનો છે. પહેલી નજરમાં તે એક સામાન્ય પરિવાર જેવું લાગે છે, પરંતુ અંદરથી આ સંબંધમાં તિરાડ પડી ગઈ હતી. લગભગ એક વર્ષ અગાઉ પતિ-પત્ની વચ્ચે સંબંધો વધુ બગડી ગયા હતા. તે પોતાના પતિનું ઘર છોડીને ચંદૌલીના હમીદપુરમાં ભાડાના મકાનમાં રહેવા લાગી. અરવિંદને લાંબા સમયથી પોતાની પત્નીના ચાલ ચલગત પર શંકા હતી. તેને ખબર હતી કે તેની પત્ની 50 વર્ષીય સિયારામ યાદવના સંપર્કમાં છે.
મહિલાએ પાછળથી જણાવ્યું કે, તે છેલ્લા 20 વર્ષથી સિયારામને ઓળખે છે. શરૂઆતમાં સિયારામ અરવિંદની જમીન પર બનેલી દુકાન ચલાવતો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને તેમનો સંપર્ક સંબંધમાં બદલાઈ ગયો. ધીમે-ધીમે આ સંબંધ એટલો ગાઢ બની ગયો કે તેણે ઘર પણ છોડી દીધું અને ભાડાના મકાનમાં રહેવા લાગી.
પત્ની પર શંકાને કારણે અરવિંદ તેની ગતિવિધિઓ પર નજર રાખવા લાગ્યો. થોડા સમય અગાઉ તેને માહિતી મળી કે તે પોતાના પ્રેમી સિયારામ સાથે ભાડાના રૂમમાં એકલી છે. માહિતી પક્કી હોવા પર અરવિંદ સ્થળ પર પહોંચ્યો અને બંનેને રંગે હાથે પકડી લીધા. સામાન્ય રીતે આવી સ્થિતિમાં, ઝઘડો, વિવાદ અથવા પોલીસ કેસ થવું વ્યાજબી હતું, પરંતુ અહીં મામલો એકદમ અલગ નીકળ્યો. અરવિંદે તરત જ નિર્ણય લીધો કે તેની પત્ની લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે એટલે બંનેને લગ્નના બંધનમાં બાંધી દેવાનું વધુ સારું રહેશે.
જ્યારે અરવિંદે પોતાની પત્ની અને સિયારામને પકડ્યા ત્યારે આસપાસ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસને પણ જાણ કરવામાં આવી અને રાજતલબ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી. જ્યારે મામલો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો, ત્યારે બંને પક્ષો સહમત થયા કે બંનેના લગ્ન થઈ જાય. ત્યારબાદ બધા વારાણસીના મોહનસરાય સ્થિત ધાંગણબીર મંદિર પહોંચ્યા. અહીં પૂજારીએ પૂરા રીત-રિવાજ સાથે લગ્ન કરાવ્યા. વરમાળાથી લઈને સાત ફેરા સુધી, સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને સમાજ અને પોલીસની હાજરીમાં બંને એક-બીજાના જીવનસાથી બની ગયા
પતિ અરવિંદ પટેલનું કહેવું છે કે તેને લાંબા સમયથી પત્નીના સંબંધની જાણકારી હતી. ઘણી વખત તેમનો પીછો કર્યા બાદ આખરે તેઓ રંગે હાથે પકડાયા. એવામાં તેણે વિચાર્યું કે હવે આ સંબંધને સામાજિક માન્યતા આપી દેવી જ સારું રહેશે. મને ખુશી છે કે મેં યોગ્ય નિર્ણય લીધો. હવે મારે કોઈ પણ પ્રકારનો બોજ કે શંકા રાખવાની જરૂર નથી. મારી પત્નીનું જીવન હવે તેની મનપસંદ જીવનસાથી સાથે છે.
લગ્ન બાદ મહિલાએ પણ સ્વીકાર્યું કે તે સિયારામને 20 વર્ષથી જાણે છે અને આ દરમિયાન તેમની વચ્ચે લગાવ વધ્યો. તેણે કહ્યું કે સિયારામ તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે અને હવે લગ્ન બાદ તેને શાંતિ મળી છે. અમે લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હવે સમાજની સામે એક સાથે થયા બાદ અમે પણ રાહત અનુભવી રહ્યા છીએ.
50 વર્ષીય સિયારામ યાદવે પણ ખુલ્લેઆમ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો. તેણે કહ્યું કે, તે મિર્ઝાપુરનો રહેવાસી છે અને અરવિંદની જમીન પર દુકાન ચલાવતો હતો. આ દરમિયાન તેનો રીના સાથે પરિચય થયો હતો, જે ધીમે-ધીમે મિત્રતા અને પછી સંબંધમાં ફેરવાઈ ગયો. સિયારામે કહ્યું કે આ સંબંધ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. હવે જ્યારે અમે પરિણીત છીએ, ત્યારે અમે ખૂલીને પોતાનું જીવન જીવી શકીશું.

