ભાજપના મંત્રીનું સોનિયા ગાંધી માટે વિવાદિત નિવેદન, કહ્યું- છેલ્લાં અંગ્રેજને...

ઉત્તર પ્રદેશની યોગી સરકારના બાગાયત મંત્રીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં પલીતો ચાંપી દીધો છે. ભાજપના મંત્રીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે પણ નિશાન સાધ્યું છે. ઉત્તર પ્રદેશની સરકારના બાગાયત મંત્રી દિનેશ પ્રતાપ સિંહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે વિવાદિત નિવેદન આપ્યું છે. સાથે રાહુલ ગાંધીના પુજારી અને તપસ્વી વાળા નિવેદન પર પણ ટીપ્પણી કરી છે. દિનેશ સિંહે કહ્યું કે, એવો વ્યકિત શું દેશની સંસ્કૃતિ વિશે બતાવશે.

ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, સોનિયા ગાંધી ઇટાલિયન છે અને આ દેશના નામ પર ધબ્બો છે. મંત્રીએ આગળ કહ્યું કે, આપણું કર્તવ્ય છે કે આપણે દરેક અંતિમ અંગ્રેજને દેશની બહાર કરી દઇશું. દિનેશ સિંહે કહ્યું કે, દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર બની હતી ત્યારે આ બહારની મહિલા દેશની પ્રધાનમંત્રી બનવા માંગતી હતી. પરંતુ એ સમયની નેતાગીરી અને રાષ્ટ્રપતિને હું ધન્યવાદ આપવા માંગું છું, જેમણે કહ્યું હતું કે કોઇ બહારની વ્યકિતને આ દેશના વડાપ્રધાન નહીં બનવા દેવાશે. યોગી આદિત્યનાથની સરકારના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, રાયબરેલીની પ્રજાએ સોનિયા ગાંધીને નકારી દીધા છે. ચૂંટણી જીત્યા પછી સોનિયા ગાંધીએ ક્યારેય રાયબરેલીમાં પગ મુક્યો નથી, તો એ  બહારના નહીં તો બીજું શું છે.

દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના પુજારી અને તપસ્વી વાળા નિવેદન પર કહ્યું હતું કે, દેશના પુજારીઓએ જ આ દેશ બનાવ્યો છે. આ બહારના લોકોને અહીંના સંસ્કાર વિશે કશી ખબર હોતી નથી. એમની ઉંમર 50 વર્ષની થઇ ગઇ છે છતા બહેનના ગાલ પર ચુંબન કરે છે જેને પ્રિયંકા ગાંધી પણ અસહજ મહેસૂસ કરતા દેખાઇ છે. આવી વ્યકિત દેશની સંસ્કૃતિ વિશે શું બતાવશે, એ લોકોને તો શરમ આવવી જોઇએ.

સોનિયા ગાંધી સામે નિવેદન આપનાર દિનેશ સિંહની રાજકીય સફર પણ જાણવા જેવી છે. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશની બધી મોટી રાજકીય પાર્ટીમાં ફરી આવ્યા છે. સમાજવાદી પાર્ટીથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિનેશ સિંહ કોંગ્રેસમાં પણ ગયા હતા અને એ પછી ભાજપમાં આવી ગયા હતા. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી સામે દિનેશ સિંહને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.