રક્ષાબંધનના અવસરે સગા ભાઈ-બહેન બન્યા જજ, પિતા પણ જજ છે

આગ્રાના ભાઈ-બહેને રક્ષાબંધનના પાવન પર્વ પર ગુડ ન્યૂઝ આપ્યા છે. બંને PCA (J) પરીક્ષામાં સિલેક્ટ થઈ ગયા છે. તેમના પરિવારમાં પિતા અને મોટા ભાઈ પહેલાથી જ જજ હતા. બંને આગ્રાના કાલિંદી વિહાર કોલોનીના રહેવાસી છે. પિતા અને ભાઈના માર્ગે ચાલીને તેમણે ઇતિહાસ રચ્યો છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ઘર પર શુભેચ્છા આપનારાઓની લાઇન લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશ લોકસેવા આયોગે બુધવારે PCA (J) પરીક્ષા 2022ના પરિણામ જાહેર કર્યા.

તેમાં આગ્રાના રિટાયર્ડ જજ આર.બી. મોર્યના પુત્ર સુધાંશુ સિંહ અને શૈલજા સિંહે સફળતા મેળવી છે. સુધાંશુએ 276મો રેન્ક હાંસલ કર્યો છે અને શૈલજા સિંહ 51મો રેન્ક. બંનેએ આ સફળતા પોતાના પહેલા પ્રયાસમાં મેળવી છે. રક્ષાબંધનના તહેવાર પર આવેલા પરિણામોએ પરિવારમાં ખુશીઓ વિખેરી દીધી છે. માતા ડૉ. સુમનલતા, કાકા દુર્લભ સિંહ અને વિચિત્ર સિંહ ખુશીથી નાચી ઉઠ્યા. સંબંધીઓ અને ઓળખિતા લોકો પરિવારને શુભેચ્છા આપવા પહોંચી રહ્યા છે.

સુધાંશુ સિંહના પિતા આર.બી. સિંહ મોર્ય એત્માદપુર તાલુકાના ખંડોલીના નગલા અર્જૂન ગામના રહેવાસી છે. તેઓ જુલાઇમાં જનપદ એટાથી ન્યાયાધીશ પદ પરથી સેવાનિવૃત્ત થયા છે. આર.બી. મૌર્યના મોટા પુત્ર અર્જિત મૌર્ય ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લામાં સિવિલ જજ છે. શૈલજા અને સુધાંશુએ પોતાના ભાઈ અને પિતાના માર્ગે ચાલીને પોતાના પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી.

રક્ષાબંધન પર ભાઈ-બહેનની આ સફળતાથી શહેરવાસી ખુશ છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા આપી રહ્યા છે.શૈલજાએ લખનૌ યુનિવર્સિટીથી વિધિમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે BA LLBની પરીક્ષા પાસ કરી છે. શૈલજા મોર્યએ એ પહેલા જ નક્કી કરી લીધું હતું કે, તેમણે જજ બનવું છે. આ જ કારણ છે કે પહેલા જ પ્રયાસમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી લીધી છે.

UPPSCએ બુધવારે PCA (J)નું પરિણામ જાહેર કર્યું. 3 રાઉન્ડ ઇન્ટરવ્યૂમાં કુલ 303 સિલેક્ટેડ અભ્યાર્થીઓમાંથી 302 સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં 165 છોકરીઓ સામેલ છે. કાનપુરની નીશી ગુપ્તાએ ટોપ કર્યું છે. બીજા નંબર પર શિશિર યાદવ અને ત્રીજા નંબર પર રશ્મિ સિંહ છે. 12 ફેબ્રુઆરીના રોજ પ્રી-પરીક્ષા લેવાઈ હતી. તેનું પરિણામ 16 માર્ચે આવ્યું હતું. તેમાં 3145 અભ્યાર્થી પાસ થયા હતા.

મુખ્ય પરીક્ષા  23, 24 અને 25 મેના રોજ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 3019 અભ્યાર્થી સામેલ હતા. 16-28 ઑગસ્ટ સુધી 959 અભ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ થયું હતું, એક વ્યક્તિનું પરિણામ એટલે જાહેર નથી થયું કેમ કે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિલેક્ટેડ અભ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.