કાશી વિશ્વનાથના દર્શન કરી પાછા ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

On

ઉત્તર પ્રદેશના વારાણસીમાં બુધવારે સવારે લગભગ 7 વાગ્યે ભયંકર રોડ અકસ્માત થયો. જેમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. જ્યારે 3 વર્ષનો માસૂમ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. આ રોડ અકસ્માત ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિયાવમાં તે સમયે બન્યો જ્યારે ફૂલ સ્પિડમાં જઇ રહેલી મારુતિ અર્ટિગા કારની ટક્કર ટ્રક સાથે થઇ ગઇ.

અકસ્માત અંગેની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બધા શવોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડ્યા. સાથે જ તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.

જાણકારી અનુસાર, કારમાં માત્ર 3 વર્ષના માસૂમને છોડીને બાકીના 8 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બધા પીડિત પીલીભીતના નિવાસી હતા. બુધવારે સવારે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી બધા બનારસથી જૌનપુર જઇ રહ્યા હતા. ત્યારે ફૂલપુરના કરખિયાવની પાસે આ દુર્ઘટના બની. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વારાણસી-લખનૌ નેશનલ હાઈવે પર સુરહી ગામની પાસે ફાસ્ટ સ્પીડમાં જઇ રહેલી અર્ટિગા કાર આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગઇ. કારમાં સવાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથથી દર્શન કરી પીલીભીત પાછા ફરી રહ્યા હતા. ઘટના સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસની કહેવામાં આવી રહી છે. આ અકસ્માતમાં એક 3 વર્ષીય બાળકનો જીવ બચ્યો છે. જેની સ્થિતિ ગંભીર છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાને લઇ શોક વ્યક્ત કર્યો છે. તેમને દિવગંત આત્મની શાંતિની કામના કરતા શોક મનાવી રહેલા પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મૃતકોમાં 32 વર્ષીય વિપિન યાદવ, તેમની 48 વર્ષીય માતા ગંગા દેવી સામેલ છે. મહેન્દ્ર પાલ(43) પોતાના પરિવારના વૃદ્ધોની અસ્થિઓનું વિસર્જન કરવા માટે પોતાની 40 વર્ષીય પત્ની ચંદ્રકાલી અને ભાઈ દામોદર પ્રસાદ(35) તથા પત્ની નિર્મલા દેવી(32) અને પાંચ વર્ષના પુત્ર શાંતિ સ્વરૂપની સાથે ગયા હતા. આ ઉપરાંત આ કારમાં 55 વર્ષીય રાજેન્દ્ર પણ સામેલ હતા. અર્ટિગા 24 વર્ષીય અમન ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં બાળકને છોડી બધાં 8 લોકોના મોત થયા છે.

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.