શાળાએ જતી 10મા ધોરણની વિદ્યાર્થિની શ્રીનિધિનું હાર્ટ અટેકથી નિધન

હાર્ટ એટેક હરતા ફરતા લોકોના જીવ લઈ રહ્યો છે. હાર્ટ એટેકથી થનારા મોતની કહાનીઓ ખૂબ જ ડરામણી હોય છે. ગત દિવસોમાં મધ્યપ્રદેશમાં, લગ્નના દિવસે ઘોડા પર બેઠેલા વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. હવે હાર્ટ એટેકની આવી જ વધુ એક ડરામણી કહાની તેલંગાણાથી સામે આવી છે. જ્યાં શાળાએ જતી વખતે 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મીડિયો રિપોર્ટ્સ મુજબ, આ વિદ્યાર્થી શાળાએ જઈ રહી હતી. તે શાળા નજીક પહોંચી જ હતી કે અચાનક બેભાન થઈ ગઈ અને થોડી જ વારમાં તેનું મોત થઇ ગયું.

હકીકતમાં, તેલંગાણાના કામારેડ્ડીમાં ગુરુવારે શાળાએ જઈ રહેલી 10મા ધોરણની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થઇ ગયું. કામારેડ્ડી જિલ્લાની એક ખાનગી શાળામાં ધોરણ 10માં ભણતી શ્રીનિધિ (14 વર્ષ)નું હાર્ટ એટેકથી મોત થઇ ગયું. રામારેડ્ડી મંડળના સિંગરાઈપલ્લી ગામની રહેવાસી શ્રીનિધિ કામારેડ્ડીમાં અભ્યાસ કરતી હતી.

ગુરુવારે સવારે, શાળાએ જતી વખતે, તેના હૃદયમાં દુઃખાવાને કારણે તે બેભાન થઈ ગઈ અને શાળાની નજીક પડી ગઈ. શાળાના શિક્ષકે જોયું અને તરત જ તેને હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેની તપાસ કરી અને પ્રાથમિક સારવાર શરૂ કરી. પરંતુ આ છતા, શ્રીનિધિએ કોઈ પ્રતિભાવ ન આપ્યો અને તેને બીજી હૉસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.