'BJPએ મહારાષ્ટ્રમાં જે કર્યું એ જ પંજાબમાં કરશે', SADને શેનો છે ડર?

On

શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે BJP પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, BJP મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર તેની યોજનામાં સફળ નહીં થાય. કૌરે કહ્યું કે, સમગ્ર શિરોમણી અકાલી દળ એકજુટ છે અને સુખબીર બાદલની સાથે છે. BJPના કેટલાક કટ્ટરપંથીઓ શિરોમણી અકાલી દળને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

હરસિમરત કૌરે કહ્યું કે, BJPએ મહારાષ્ટ્રમાં જે કર્યું, પંજાબમાં પણ તે જ કરવા જઈ રહી છે, પરંતુ આખો પક્ષ સુખવીર સિંહ બાદલ જીની સાથે મજબૂતીથી ઉભો છે. પરંતુ BJP તેના આ ષડયંત્રમાં સંપૂર્ણપણે નિષ્ફળ જશે.

કૌરે કહ્યું કે 117 નેતાઓમાંથી માત્ર 5 નેતા સુખબીર બાદલની વિરુદ્ધ છે, જ્યારે 112 નેતાઓ પાર્ટી અને સુખબીર બાદલની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે જે પાંચ લોકો વિરોધ કરી રહ્યા છે તે તમામ BJP સાથે છે અથવા તેમના સંપર્કમાં છે.

અકાલી દળના સાંસદે તે પાંચ લોકો વિશે પણ જણાવ્યું જે સુખબીર સિંહ બાદલની વિરુદ્ધ છે અને BJP સાથે છે અથવા તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે પાંચ લોકોમાંથી એકે BJPના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. બીજાને પણ BJP દ્વારા ચૂંટણી લડાવી હતી, ત્રીજાનો ભાઈ BJP સાથે છે અને ચોથો BJPમાં જોડાવા માટે અંદર બહાર ફરતો રહ્યો હતો. તેમણે કહ્યું કે આ બધા BJPના પીઠ્ઠુ છે, જે આ કરી રહ્યા છે. જ્યારે પંજાબ આ વાત સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે, આખી પાર્ટી સુખબીર સિંહ બાદલની સાથે છે. BJP એ 117માંથી પાંચ લોકોને તોડ્યા છે.

આવી સ્થિતિમાં પંજાબના રાજકીય વાતાવરણમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે, અકાલી દળમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું, કારણ કે પાર્ટીના કેટલાક નેતાઓ સુખબીર સિંહ બાદલનું રાજીનામું ઈચ્છે છે. આ જોતાં મંગળવારે અકાલી દળની અંદર બે બેઠકો યોજાઈ હતી. અકાલી દળના બળવાખોર નેતાઓએ જલંધરમાં બેઠક યોજી હતી અને આ બેઠકમાં પાર્ટીના કેટલાક જિલ્લાના વડાઓએ પણ હાજરી આપી હતી. જ્યારે બીજી બેઠક ચંદીગઢમાં પાર્ટી પ્રમુખ સુખબીર સિંહ બાદલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં અકાલી દળના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજાઈ હતી.

જલંધરમાં યોજાયેલી બેઠક પછી બળવાખોર નેતાઓએ જાહેરાત કરી હતી કે, શિરોમણી અકાલી દળ બચાવો આંદોલન 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે. જલંધરના વડાલા ગામમાં આયોજિત બળવાખોર નેતાઓની આ બેઠકમાં પૂર્વ સાંસદ પ્રેમ સિંહ ચંદુમાજરા, પૂર્વ SGPC અધ્યક્ષ બીબી જાગીર કૌર, પૂર્વ મંત્રી પરમિંદર સિંહ ઢીંડસા, પૂર્વ ધારાસભ્ય સિકંદર સિંહ મલુકા અને સુરજીત સિંહ રખડા જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

બળવાખોર નેતાઓએ માંગ કરી હતી કે પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલે પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓને સમજવી જોઈએ અને બલિદાનની ભાવના બતાવવી જોઈએ અને પાર્ટીની કમાન એવા નેતાને સોંપવી જોઈએ જે અકાલી દળને મજબૂત કરી શકે અને ધર્મ અને રાજકારણ વચ્ચે સંતુલન પણ જાળવી શકે. અકાલી દળના બળવાખોર નેતાઓની બેઠકમાં સંત સમાજ સાથે જોડાયેલા કોઈ મોટા ચહેરાને પાર્ટી પ્રમુખનું પદ આપવા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ચંદીગઢમાં યોજાયેલી SADની બેઠકમાં પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અકાલી દળે કહ્યું છે કે, આ તમામ બળવાખોર નેતાઓ નિરાશ છે અને BJP દ્વારા પ્રાયોજિત છે. પાર્ટીએ કહ્યું કે, તેઓ અકાલી દળને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુખબીર સિંહ બાદલે બેઠકમાં કહ્યું કે, તેઓ દરેકનું સન્માન કરે છે અને તેમના માટે પાર્ટીના હિતથી ઉપર કંઈ નથી, તેમનો પોતાનો પરિવાર પણ પાર્ટી પછી જ આવે છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.