જામા મસ્જિદના ઇમામ બનેલા સૈયદ શબાન કોણ છે? હિંદુ યુવતી સાથે લગ્ન કરેલા છે

શબ-એ-બરાતના દિવસે દિલ્હીની જામા મસ્જિદને નવા શાહી ઈમામ મળી ગયા છે. શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ તેમના પુત્ર સૈયદ શબાન બુખારીને 'દસ્તરબંદી' (પાઘડી પહેરવાની વિધિ) સમારોહમાં જામા મસ્જિદના નવા ઇમામ તરીકેની જાહેરાત કરી હતી.આ દરમિયાન જામા મસ્જિદમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલા તેઓ નાયબ ઈમામ હતા. હાલ તેમની ઉંમર 29 વર્ષની છે. તેમના પરિવારે છેલ્લી 13 પેઢીઓથી જામા મસ્જિદની અધ્યક્ષતા કરી છે. જામા મસ્જિદ 1650માં બનાવવામાં આવી હતી.

સૈયદ શબાન બુખારીનો જન્મ 11 માર્ચ 1995ના રોજ દિલ્હીમાં થયો હતો. એમિટી યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. આ સિવાય ઇસ્લામિક ધર્મશાસ્ત્રમાં પણ મહાનતા અને શ્રેષ્ઠતા મેળવેલી છે. સૈયદ શબાન બુખારીએ મદરેસા જામિયા અરેબિયા શમસુલ ઉલૂમ, દિલ્હીમાંથી ઇસ્લામની મૂળભૂત તાલિમની સાથે વ્યાપક અભ્યાસ કર્યો છે.

શબાન બુખારીએ 13 નવેમ્બર 2015 ના દિવસે ગાઝિયાબાદની એક હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં તેમનો પરિવાર પણ લગ્ન માટે તૈયાર ન હતો પરંતુ બાદમાં આખો પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયો અને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા લગ્ન બાદ 15મી નવેમ્બરે મહિપાલપુરના એક ફાર્મહાઉસમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું.શબાનને હાલમાં તેની પત્ની શબાની સાથે 2 બાળકો છે.

સૈયદ શબાન બુખારી જામા મસ્જિદના 14મા શાહી ઈમામ બન્યા છે. જામા મસ્જિદ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, શબાનને 2014માં નાયબ ઈમામની જવાબદારી મળી હતી. જે બાદ તે દેશમાં જ નહીં વિદેશમાં પણ ધર્મ સંબંધિત ટ્રેનિંગ લઈ રહ્યા હતા.શાહી ઈમામનું પદ સંભાળવા માટે ઈસ્લામ સંબંધિત તમામ પ્રકારની જાણકારી હોવી જરૂરી છે.

આમ તો શાહી ઈમામનો પગાર વધારે હોતો નથી. મસ્જિદોના ઈમામને સરકાર દ્વારા નહીં પરંતુ વક્ફ બોર્ડ દ્વારા સેલરી આપવામાં આવે છે.વક્ફ બોર્ડ તેની મિલકતોની આવકમાંથી તેના કર્મચારીઓ અને મસ્જિદના ઈમામને પગાર આપે છે. હાલમાં શાહી ઈમામનો પગાર મહિને 16 થી 18 હજાર રૂપિયા છે, જે વક્ફ બોર્ડ દ્વારા આપવામાં આવે છે.

મોઘલ સમ્રાટ શાહજહાંએ 1650માં જામા મસ્જિદ બનાવી હતી. પછી તેમણે બુખારીના શાસકોને ઈમામની જરૂરિયાત વિશે જાણ કરી. આ પછી અબ્દુલ ગુફાર બુખારીને ભારત મોકલવામાં આવ્યા હતા. તેમને શાહી ઈમામનું બિરુદ આપવામાં આવ્યું હતું.શાહી એટલે રાજા અને ઈમામ તે છે જે મસ્જિદમાં નમાઝ અદા કરે છે. આવી સ્થિતિમાં શાહી ઈમામ એટલે કે રાજા દ્વારા નિયુક્ત ઈમામ.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.