- National
- મરાઠી ભાષા આંદોલન અગાઉ રાજ ઠાકરેના નેતાઓને કરાયા ડિટેન, CM ફડણવીસ બોલ્યા- ‘આ લોકો..’
મરાઠી ભાષા આંદોલન અગાઉ રાજ ઠાકરેના નેતાઓને કરાયા ડિટેન, CM ફડણવીસ બોલ્યા- ‘આ લોકો..’
મરાઠી ભાષા વિવાદ પર આજે (મંગળવાર, 8 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને ઘણા મરાઠી ભાષા સંગઠનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી નહોતી. આ કારણે પહેલા રાજ ઠાકરેની MNSના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા હતા અને હવે પ્રદર્શન સ્થળ પર આવેલા પ્રદર્શનકારીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેને લઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ લોકો જાણી જોઈને એવા માર્ગો પસંદ કરી રહ્યા હતા, જેનાથી હોબાળો થાય.
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, ‘મેં પોલીસને પૂછ્યું કે મંજૂરી કેમ આપવામાં આવી નથી? માર્ગ બાબતે ચર્ચા થઈ હતી, પરંતુ તેઓ જાણી જોઈને એવો માર્ગ માગી રહ્યા હતા જેનાથી ઘર્ષણ થાય. તેમને માર્ચનો નિયમિત માર્ગ બતાવવામાં આવ્યો હતો. જોકે, તેમણે ના પાડી દીધી અને મંજૂરી ન આપવામાં આવી, પરંતુ તેમણે જાણી જોઈને કાયદો અને વ્યવસ્થાને બાધિત કરવાનો પ્રયાસ કર્યો.’
મુખ્યમંત્રી ફડણવીસે વધુમાં કહ્યું કે, ‘માર્ચ કોઈ ખાસ માર્ગની માગ કરવાનું ખોટું છે. જો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો હોય તો તે યોગ્ય નથી. 5 સંગઠન મુંબઈમાં માર્ચ કાઢવાની વાત પણ કરી રહ્યા હતા. જો તેઓ કાલે માર્ગ પર ચર્ચા કરશે તો તાત્કાલિક મંજૂરી આપવામાં આવશે, પરંતુ એમ કહેવું યોગ્ય નથી કે આ જ માર્ગ છે જે અમે ઇચ્છીએ છીએ અને આ જ અમે ઇચ્છીએ છીએ. તેમને માર્ગ બદલવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે ન સાંભળ્યું.
MNS અને મરાઠી ભાષા આંદોલનના અન્ય મરાઠી સંગઠનોના નેતાઓ અને કાર્યકરો મીરા રોડ પહોંચ્યા હતા. જ્યારે રાજ ઠાકરેના કાર્યકરો મીરા રોડમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. MNSએ કહ્યું કે આજે નક્કી થશે કે પોલીસની સંખ્યા વધુ છે કે MNSના સૈનિકોની? આંદોલન શરૂ થાય તે અગાઉ ઘણા MNSના કાર્યકર્તાને ડિટેન કરવામાં આવ્યા.

