કૂનો નેશનલ પાર્કમાં 2 મહિનામાં 6 વિદેશી ચિત્તાઓના મોત, શું છે કારણ?

સરકારનો પ્રોજેક્ટ ચિત્તા, ચિત્તાઓ માટે એક માઠું સપનું સાબિત થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ નેશનલ પાર્કમાં ગુરુવારે (25 મેના રોજ) વધુ 2 ચિત્તાના બચ્ચાઓના મોત થઈ ગયા. આ અગાઉ વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત કૂનો નેશનલ પાર્કમાં થયું હતું. વધુ એક બચ્ચાંની હાલત ગંભીર છે તેને દેખરેખમાં રાખવામાં આવ્યું છે. આ બધા બચ્ચા માદા ચિત્તા 'જ્વાળા'ના બચ્ચા છે. આ ત્રણેય બચ્ચાનું મોત મળીને છેલ્લા 2 મહિનામાં આફ્રિકન દેશોથી ભારત આવેલા કુલ 6 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. પહેલા 3 ચિત્તાઓના મોત અલગ-અલગ કારણોથી થઈ ચૂક્યા છે.

ચિત્તાના 3 બચ્ચાઓનું કારણ અત્યાર સુધી ગરમી બતાવવામાં આવી રહ્યું છે. કૂનો નેશનલ પાર્ક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ, 23 મેના રોજ સીઝનનો સૌથી ગરમ દિવસ હતો. દિવસ ચડવા સાથે લૂ વધી અને તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું અને જ્વાળાના બચ્ચાઓની તબિયત ખરાબ થતી ગઈ. બીમાર ચાલી રહેલા બચ્ચાઓને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમને ઓછામાં ઓછા એક મહિના સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

છેલ્લા 2 દિવસોની તુલનામાં તેમના સ્વાસ્થ્યમાં સુધાર થયો છે, પરંતુ પૂરી રીતે નહીં. બચ્ચાઓને માતા જ્વાળાથી પણ 1 મહિના સુધી દૂર રાખવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું કે, જ્વાળાના બધા સંતાન ખૂબ નબળા જન્મ્યા હતા. બીમારી બાદ મૃત્યુ પામેલા બચ્ચા લગભગ 8 અઠવાડિયાના હતા. 8 અઠવાડિયાના બચ્ચા સામાન્ય રીતે જિજ્ઞાસુ હોય છે અને સતત માતા સાથે ચાલે છે. આ બચ્ચાઓએ લગભગ 8-10 દિવસ અગાઉ જ ચાલવાનું શરૂ કર્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ચિત્તાઓના વિશેષજ્ઞો મુજબ આફ્રિકામાં ચિત્તા બચ્ચાઓનો જીવિત રહેવાનો દર સામાન્ય રીતે ખૂબ ઓછો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી માંનક પ્રોટોકોલ અનુસાર જ કરવામાં આવી રહી છે. નામીબિયાથી ભારત આવેલા ચિત્તાઓમાંથી એક સાશાનું 27 માર્ચના રોજ કિડની સંબંધિત બીમારીના કારણે મોત થઈ ગયું હતું. માનવામાં આવે છે કે, સાશામાં નામીબિયામાં કેદ દરમિયાન આ બીમારીની ઝપેટમાં આવી ગઈ હતી અને કૂનો પહોંચ્યા બાદ જ તે અસ્વસ્થ હતી. દક્ષિણ  આફ્રિકન ચિત્તા ઉદયનું 13 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. તેના  મોતનું કારણ કાર્ડિયોપાલ્મોનરી  ફેલિયર માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.