રેલવેમાં ‘હલાલ મીટ’ પીરસતા ઉઠ્યા સવાલ, ફરિયાદ બાદ NHRCએ રેલવે બોર્ડને ફટકારી નોટિસ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ ભારતીય રેલવેમાં ફક્ત હલાલમીટ પીરસવામાં આવે છે તેવા આરોપ સાથેની ફરિયાદની નોંધ લેતા રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે. પંચે બે અઠવાડિયામાં આ બાબતે કાર્યવાહી અહેવાલ (ATR) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

halal-meat1
business-standard.com

શું છે ફરિયાદ?

એક વ્યક્તિએ NHRCને ફરિયાદ કરી છે કે ભારતીય રેલવેની કેટરિંગ સેવાઓમાં ફક્ત હલાલ તરીકે તૈયાર કરવામાં આવેલું મીટ જ પીરસવામાં આવે છે, જે હિન્દુઓ, શીખો અને અનુસૂચિત જાતિના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ફરિયાદીએ NHRCને પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘હલાલ મીટ પીરસવાના કારણે, હિન્દુ, શીખ અથવા અનુસૂચિત જાતિના મીટના વેપારીઓને રેલવેમાં યોગ્ય ખોરાક પુરવઠો અને વ્યવસાયિક તકો મળી શકતી નથી.

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NHRCએ આ મામલે ધ્યાને લીધી છે અને રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારી છે. કમિશને નિર્દેશ આપ્યો છે કે રેલવે આ મામલે શું કાર્યવાહી કરી રહી છે, તે અંગેનો સંપૂર્ણ એક્શન ટેકન રિપોર્ટ (ATR) બે અઠવાડિયામાં કમિશનને સોંપે.

train
telanganatoday.com

રેલવેમાં ફક્ત હલાલ મીટ પીરસવાને લઈને સાર્વજનિક બહેસ અને ફરિયાદો સમય સમય પર સામે આવતી રહે છે. આ માટે વિવિધ કારણો અને દાવાઓ સામે આવે છે, જોકે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)હલાલસર્ટિફિકેશનની અનિવાર્યતાને નકારી દીધી છે.

About The Author

Related Posts

Top News

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.