કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માનવું ખોટું છે. કોર્ટે એમ પણ કહ્યું કે, વર્તમાન સમયમાં આવા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવાની વૃત્તિ વધી ગઈ છે. જસ્ટિસ PV કુન્હીકૃષ્ણને એક મહિલા કર્મચારી દ્વારા જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એક પુરુષને આગોતરા જામીન આપતી વખતે આ વાત કહી.

કોર્ટે કહ્યું કે, આ કેસમાં પોલીસે આરોપીની ફરિયાદની તપાસ કરી નથી જેમાં તેણે કહ્યું હતું કે, નોકરીમાંથી કાઢી મૂક્યા પછી, મહિલાએ તેને ગાળો આપી અને ધમકીઓ આપી.

Kerala-High-Court1

કોર્ટે કહ્યું કે, 'ફોજદારી કેસની તપાસનો અર્થ ફક્ત ફરિયાદીના પક્ષની તપાસ જ નથી, પરંતુ આરોપીના કેસની પણ તપાસ થવી જોઈએ. ફરિયાદી એક મહિલા હોવાને કારણે, એવું માનવું યોગ્ય નથી કે તેનું દરેક નિવેદન સાચું છે. પોલીસ ફક્ત તેના નિવેદનના આધારે કાર્યવાહી કરી શકે નહીં. આરોપીના કેસની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.'

કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે સ્ત્રીઓ પુરુષોને તેમના જાતીય સતામણીના આરોપો ખોટા હોવા છતાં પણ ફસાવે છે. જો પોલીસને લાગે કે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા છે તો તે ફરિયાદી સામે પણ કાર્યવાહી કરી શકે છે. કાયદો પણ એવું જ કહે છે.

કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને ખોટા આરોપોમાં ફસાવવામાં આવે છે, તો તેનું નામ, સમાજમાં તેની માન મર્યાદા અને પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. ફક્ત નાણાકીય વળતરથી તે પાછું મેળવી શકાતું નથી. કોર્ટે પોલીસ અધિકારીઓને સત્યની તપાસ કરતી વખતે સાવચેત અને સતર્ક રહેવાની સલાહ આપી હતીજેથી કરીને ગુનાના કેસોની તપાસ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય.

Kerala-High-Court2

અહીં તમને જણાવી દઈએ કે, મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, કંપનીના મેનેજરે જાતીય હેતુ માટે તેના હાથ પકડ્યા હતા. જ્યારે, આરોપીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે મહિલાએ તેને ગાળો આપી હતી અને ધમકીઓ આપી. આ સંદર્ભમાં, તેમણે મહિલાના કથિત નિવેદનો પેન ડ્રાઇવમાં રેકોર્ડ કર્યા અને તેને પોલીસને સોંપી દીધા. કોર્ટે કહ્યું કે આ એક એવો કેસ હતો જેમાં તપાસ અધિકારી (IO)એ આરોપીની ફરિયાદની પણ તપાસ કરવી જોઈતી હતી. કોર્ટે આરોપીને તપાસ અધિકારી સમક્ષ પેન ડ્રાઇવ રજૂ કરવાનો આદેશ આપ્યો અને તપાસ અધિકારીને તેની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના વ્યક્તિગત જામીન અને બે સક્ષમ જામીનદારો પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, આરોપીને તપાસમાં સહકાર આપવા, સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરવાનો અને તપાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

Related Posts

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.