આ જન્મમાં તિહાડમાંથી બહાર નહીં આવે કેજરીવાલ, પ્રવેશ વર્માએ કેમ આપી આવી ચીમકી?

દિલ્હી સરકારના PWD મંત્રી પ્રવેશ વર્માએ આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી ચીમકી આપી છે. તેમણે કહ્યું કે, કેજરીવાલના બધા કૌભાંડોની તપાસ થશે અને તેમને લાગે છે કે અરવિંદ કેજરીવાલ આ જન્મમાં તિહાડમાંથી બહાર નહીં આવે. આવો જાણીએ પ્રવેશ વર્માએ બીજું શું કહ્યું.

PWD મંત્રી પ્રવેશે વર્માએ કહ્યું કે, ‘દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, પરંતુ એક મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં, અમે દિલ્હીનો વિકાસ કરીશું અને સંપૂર્ણ રાજ્ય બનાવીશું. આ લોકો દિલ્હીને અંદાન બનાવવાની વાત કરતા હતા, પરંતુ બનાવ્યું શું દારૂની દુકાનો? સ્કૂલ અને મંદિર બહાર દારૂની દુકાનો ખોલી દીધી. અહીં સુધી કે, શીશ મહેલમાં પણ વારંવાર બનાવી દીધા. આલીશાન ઓફિસ બનાવી, ત્યાં કોઇને જવાની મંજૂરી નહોતી.

pravesh-verma1

પ્રવેશ વર્માએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે તો પોતાના માતા-પિતાને પણ ન છોડ્યા. તેમના પિતા ચાલી શકે છે, એ છતા, તેમને વોટ આપવા માટે વ્હીલચેર પર બેસાડી દેવામાં આવ્યા. ચૂંટણીના 2 મહિનામાં કેજરીવાલે દિલ્હીને જાત-પાતમાં વહેંચી દીધું. જાટ, બનિયા. તેમણે કહ્યું કે, હું બંગાળી કેમ્પમાં ગયો. ત્યાં એક વિધવા બહેન મળી. તેનું નામ મોની દાસ છે. તેણે જણાવ્યું કે તેના 2 પુત્રો હતા. બંને તેની દારૂની નીતિના કારણે મરી ગયા. આવા ઘણા ઉદાહરણો છે.

વિસ્તારના નામ બદલવા પર પ્રવેશ વર્માએ કહ્યું કે, નામ બદલવું માત્ર કામ નથી. પરંતુ નામ બદલીને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરીશું. આક્રમણકારીઓએ બદલ્યા  હતા, તેમના નામ અમે જરૂર બદલીશું. કેજરીવાલ જીના બધા કૌભાંડોની તપાસ થશે. મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ જી આ જન્મમાં તિહાડમાંથી બહાર નનાહી આવે.

pravesh-verma3

કેજરીવાલ ની સરકારમાં આ  ખૂબ રૅશન કાર્ડ બન્યા છે.  જો કોઇ બાંગ્લાદેશીનું રૅશન બન્યું છે તો તેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરીશું. LGના અભિભાષણ પર જ્યારે પ્રવેશ વર્મા બોલી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે, તેમની સીટના ડ્રોઅરમાંથી રેનોલ્ડ્સ પેન મળી છે. કદાચ તેમની (અરવિંદ કેજરીવાલ) છૂટી ગઇ હશે. પોતાની સ્પીચના અંતે પ્રવેશ વર્માએ કહ્યું કે આ રેનોલ્ડ્સની પેન પરત કરાવી દેજો.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.