મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જૈન સમાજના મહિલા સહિતના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

બુલડોઝર એટલા માટે ફેરવી દેવાયું, કારણકે આ મંદિરી એક બિલ્ડીંગના પાર્કિંગ એરિયામાં બનેલું છે અને જમીન માલિક અને ટ્રસ્ટીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલે છે. સેશન્સ કોર્ટે  મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો એ પછી આ કેસ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો. બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે 4 વખત કીધા પછી મંદિરને તોડવામાં નથી આવ્યું, હવે જો પાંચમી વખત નહીં તુટશે તો પાલિકાના અધિકારીઓ સામે અવમનનાની કાર્યવાહી થશે. 16 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હતી એ પહેલા 8 વાગ્યેજ મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

જૈન સમાજના લોકો આજ જગ્યાએ ફરી મંદિર બાંધી આપવાની માંગ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.