શું પાકિસ્તાની સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે? શું કહે છે તેનો વકીલ?

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે દ્વારા SAARC દ્વારા પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવામાં, સીમા હૈદર ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. સીમા પહેલી વખત ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણ પોતાના ભારતીય પ્રેમી (સચિન મીણા) સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન છોડી દીધું હતું. હવે તેને ફરીથી તપાસનો સામનો કરવો પડી રહ્યા છે કેમ કે કેન્દ્રએ જવાબી કાર્યવાહીમાં, એ દેશ (પાકિસ્તાન)ના તમામ નાગરિકોને મહિનાના અંત અગાઉ ભારત છોડવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સીમા હૈદર, જે અગાઉથી જ પરિણીત છે અને ઘર પર 4 બાળકો છે, વર્ષ 2023માં નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ગઈ હતી.

seema-haider3

આ દરમિયાન, એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, ભારત સરકારના આદેશ બાદ શું સીમા હૈદરે પણ પાકિસ્તાન જવું પડશે? તેનો જવાબ સીમા હૈદરના વકીલ એ.કે. સિંહે આપતા કહ્યું કે, સીમા હવે પાકિસ્તાની નાગરિક નથી. તેણે ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીણા સાથે લગ્ન કર્યા છે અને તાજેતરમાં જ તેણે પુત્રી ભારતી મીણાને જન્મ આપ્યો. તેની નાગરિકતા હવે તેના ભારતીય પતિ સાથે જોડાયેલી છે, એટલે કેન્દ્રનો નિર્દેશ તેના પર લાગૂ ન થવો જોઇએ.

મીડિયા સાથે વાત કરતા વકીલ એ.કે. સિંહે તર્ક આપ્યો કે કેન્દ્રનો આદેશ માત્ર એ લોકોને લાગૂ પડે છે જેમની પાસે હાલમાં પાકિસ્તાની નાગરિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેનો મામલો અલગ છે કારણ કે તે પહેલાથી જ આતંકવાદ વિરોધી ટીમ (ATS) દ્વારા તપાસને આધીન છે. વકીલ એ.કે. સિંહે કહ્યું કે, સીમા ભારતમાં છે અને તે ભારતીય છે. લગ્ન બાદ, એક મહિલાની રાષ્ટ્રીયતા તેના પતિની રાષ્ટ્રીયતાના આધારે નક્કી થાય છે. મેં ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ તેના તરફથી અરજી પણ દાખલ કરી છે. તે જામીન પર બહાર છે અને જેવર કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું પૂરી રીતે પાલન કરી રહી છે, જેમાં ગ્રેટર નોઈડાના રબુપુરામાં પોતાના સાસરિયાના ઘરમાંથી બહાર ન નીકળવાનું સામેલ છે.

seema-haider1
moneycontrol.com

આંતરરાષ્ટ્રીય કાયદાકીય માળખાના સંદર્ભે સિંહે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય કોર્ટ અને વાલી અધિનિયમમાં સ્પષ્ટ રૂપે કહેવામા આવ્યું છે કે માતા બાળકની શ્રેષ્ઠ વાલી હોય છે. શું તમે ભારતમાં જન્મેલી તમારી પુત્રીને પાકિસ્તાન મોકલવા માગશો? સીમાના લગ્ન અને માતૃત્વ એક પ્રાકૃતિક પ્રક્રિયાનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જન્મ પ્રમાણપત્રમાં સીમા મીણાને બાળકની માતા અને સચિન મીણાને બાળકના પિતાના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભારતીય સમાજમાં તેના એકીકરણની પુષ્ટિ કરે છે. ગાર્જિયનશીપ એક્ટ મુજબ, બાળકે માતા સાથે રહેવું જોઈએ.

Related Posts

Top News

‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા

મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોટ પીપળીયાના ધારાસભ્ય મનોજ ચૌધરીના ભત્રીજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં...
National 
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા

સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ- જ્યાં રખડતા કૂતરા દેખાય પકડી લો, કોઈ રોકે તો અમે...

સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં ખસેડવાનો કડક આદેશ આપ્યો છે. સોમવાર, 11 ઓગસ્ટના રોજ...
National 
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ- જ્યાં રખડતા કૂતરા દેખાય પકડી લો, કોઈ રોકે તો અમે...

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. ગયા અઠવાડિયે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં...
National 
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ

કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું

આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે ત્યારે જાપાનના એક ઉદ્યોગપતિએ પોતાના 15 બ્યુટી સ્ટોરનો કરોડોના બિઝનેસને અલવિદા...
World 
કરોડોનો બિઝનેસ છોડી જાપાની બિઝનેસમેન શિવ ભક્ત બની ગયા, નામ બદલી બાલા કુંભ ગુરુમુનિ રાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.