- National
- હેટ સ્પીચ પર SCનો કેન્દ્ર અને રાજ્યોને સખત નિર્દેશ, ‘નફરત ફેલાવનારા કેન્ટેન્ટ..’
હેટ સ્પીચ પર SCનો કેન્દ્ર અને રાજ્યોને સખત નિર્દેશ, ‘નફરત ફેલાવનારા કેન્ટેન્ટ..’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હેટ સ્પીચ પર કડક સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નફરત ફેલાવતા ભાષણોને ગંભીરતાથી લેવા જોઈએ અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ફરિયાદ નોંધાવાની રાહ જોયા વિના, પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને FIR નોંધવી જોઈએ અને દોષીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નફરત ફેલાવતા ભાષણોને સહન કરવામાં નહીં આવે અને તે મોટા જોખમ બનતા જઈ રહ્યા છે, જેને વધતા રોકવા પડશે. નફરતી ભાષણોને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા નફરતી ભાષણ ચિંતાજનક છે અને તેને રોકવાની સખત જરૂરિયાત છે. આજકાલ, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે દરેક વસ્તુને યોગ્ય ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે. કોર્ટે કહ્યું કે નફરત ફેલાવતા ભાષણો દેશના ધર્મનિરપેક્ષ માળખા માટે જોખમ છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત નિર્દેશ આપ્યો કે, તેઓ IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ સ્વતઃ સજ્ઞાન લઈને કાર્યવાહી કરે, ભલે કોઈ ફરિયાદ દાખલ ન થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કાર્યવાહી કરવામાં કોઈપણ ખચકાટને સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે મીડિયા, ખાસ કરીને TV ચેનલોને પણ ફટકાર લગાવતા કહ્યું હતું કે, એન્કરોની જવાબદારી છે કે નફરત ફેલાવનારા ભાષણોને રોકે. સરકારે હેટ સ્પીચના મુદ્દાને તુચ્છ ન ગણવો જોઈએ અને તેને રોકવા માટે એક તંત્ર વિકસિત કરવું જોઇએ.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
Opinion
