- National
- મંત્રીનો પુત્ર હોસ્પિટલ જઈ પૂછે છે- ‘તમારી સમસ્યા જણાવો, અમે ઉપર સુધી વાત કરીશું’, પછી રીલ અપલોડ કરે...
મંત્રીનો પુત્ર હોસ્પિટલ જઈ પૂછે છે- ‘તમારી સમસ્યા જણાવો, અમે ઉપર સુધી વાત કરીશું’, પછી રીલ અપલોડ કરે છે
ઝારખંડના આરોગ્ય પ્રધાનનો પુત્ર ‘અચાનક નિરીક્ષણ’ માટે હોસ્પિટલોમાં પહોંચી ગયો. તેણે રીલ બનાવીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી. જ્યારે તે વાયરલ થઈ, ત્યારે વિવાદ ઉભો થયો. આરોપ લગાવવામાં આવ્યા કે, મંત્રીનો પુત્ર રીલ શૂટ કરવામાં વધુ રસ ધરાવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, પુત્ર એક ઉમદા કાર્ય કરી રહ્યો છે, લોકો તેને વિકૃત રીતે રજૂ કરી રહ્યા છે.
ઝારખંડના આરોગ્ય પ્રધાન ઇરફાન અંસારીના પુત્ર કૃષ અંસારીની એક વિડિઓ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ રીલ કૃષ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તે તેના મિત્રો સાથે હોસ્પિટલોનું નિરીક્ષણ કરતો જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક યુવાન (મંત્રીનો પુત્ર) તેના આઠ-દસ મિત્રો સાથે રિમ્સના વોર્ડમાં પ્રવેશ કરે છે અને કહે છે, ‘તમને કોઈ સમસ્યા છે? શું કોઈ સમસ્યા છે?’ દર્દીઓ અને તેમના સંબંધીઓ આશ્ચર્યથી તેની તરફ જોઈ રહે છે. પછી બીજો યુવક કહે છે, 'જો તમને કોઈ સમસ્યા હોય તો કહી દો, મંત્રીનો મોટો દીકરો આવ્યો છે.'

પછી યુવક નજીકમાં ઉભેલા એક વ્યક્તિ તરફ ઈશારો કરે છે અને કહે છે કે કોઈને પણ ગમે તે સમસ્યા હોય, સરને પુરી વિગત આપી દો... સમસ્યા વિગતવાર જણાવો, અમે સીધી વાત કરીશું.'
પછી એક ખાનગી હોસ્પિટલમાં નિરીક્ષણ દરમિયાન, દર્દીનું બિલ જોઈને, મંત્રીનો દીકરો કહે છે, 'આ ચાર્જ તો અમાન્ય છે.'
રાજ્યના વિરોધ પક્ષોએ આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે મંત્રીના દીકરાને હોસ્પિટલોમાં આવા નિરીક્ષણ કરવાનો શું અધિકાર છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, BJPના પ્રવક્તા અજય સાહે કહ્યું કે, આરોગ્ય માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, ઝારખંડના આરોગ્ય મંત્રીનો દીકરો રીલ શૂટિંગમાં વધુ રસ ધરાવે છે. તેમણે પૂછ્યું, 'શું હવે આપણે એવું માની લેવું જોઈએ કે આરોગ્ય મંત્રીઓના બાળકો હોસ્પિટલોનું નિરીક્ષણ કરશે? શું નાણામંત્રીઓના બાળકો સરકારી ફાઇલોની સમીક્ષા કરશે? શું ગૃહમંત્રીઓના બાળકો પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાનું શરૂ કરશે?'
https://twitter.com/theskindoctor13/status/1946640719621259515
અજય સાહે કહ્યું કે તેમના દીકરાને ઠપકો આપવા અથવા તેને સાચો રસ્તો બતાવવાને બદલે, મંત્રીએ ઘટનાને યોગ્ય ઠેરવવાનું પસંદ કર્યું છે. સાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ઇરફાન અંસારી રાહુલ ગાંધીના પગલે ચાલી રહ્યા છે અને શરૂઆતથી જ તેમના આખા પરિવારને રાજકારણમાં સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ, આરોગ્ય પ્રધાન ઇરફાન અંસારીએ એક નિવેદન બહાર પાડીને તેમના પુત્રનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે તેમના પુત્રને ખોટી રીતે ખેંચવામાં આવી રહ્યો છે. દાવો કર્યો કે કૃષ સત્તાવાર નિરીક્ષણ માટે કે રાજકારણ ચમકાવવા માટે હોસ્પિટલમાં ગયો ન હતો. અન્સારીએ કહ્યું, 'તે તેના શિક્ષક આદિત્ય કુમાર ઝાના બીમાર પિતાને મળવા ગયા હતા, જે RIMS (રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રાંચી)માં દાખલ છે. જ્યારે, કેટલાક આદિવાસી પરિવારો હોસ્પિટલમાં તેમના સંબંધીઓની સારવારથી નારાજ થઈને અમારા ઘરે આવ્યા. તેથી કૃષ તેમની સાથે ગયો હતો.'
વધુમાં જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન, કૃષએ હોસ્પિટલમાં દાખલ એક વરિષ્ઠ પત્રકારના સંબંધીને પણ મદદ કરી હતી. મંત્રીએ કહ્યું કે, તેમના પુત્રએ સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે કામ કર્યું. જે રીતે આ ઘટનાને હવે રાજકીય નિવેદનો કરીને તોડી પાડવામાં આવી રહી છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક છે.

