‘તમે તેમાં મસાલો ભભરાવ્યો’, કંગના રણૌતને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી; જાણો શું છે આખો મામલો

બોલિવુડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ કંગના રણૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. 2020-21ના ખેડૂત આંદોલન સાથે જોડાયેલી એક રીટ્વીટ પર તેમની ટિપ્પણી વિરુદ્ધ દાખલ કરાયેલ માનહાનિનો કેસ રદ કરવા માટેની અરજી તેમણે પરત લઈ લીધી છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે, તેઓ નીચલી કોર્ટમાં પોતાની વાત રાખી શકે છે. આ કેસ કંગનાના રીટ્વીટ સાથે જોડાયેલોછે, જેમાં તેમણે એક વૃદ્ધ મહિલા પ્રદર્શનકારી બાબતે ટિપ્પણી કરી હતી, જેને માનહાનિકારક માનવામાં આવી હતી.

કંગનાની આ ટિપ્પણી બાદ, પંજાબના ભટિંડાના રહેવાસી 73 વર્ષીય મહિંદર કૌરે તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ કંગનાની અરજી ફગાવી દેતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના આ વલણે કંગના માટે કાયદાકીય માર્ગ વધુ મુશ્કેલ કરી દીધો છે.

SC
facebook.com/SupremeCourtOfIndia

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કંગનાની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી શરૂ થતા જ ન્યાયાધીશ મહેતાએ કંગનાની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આ કોઈ સાદી રીટ્વીટ નહોતી. તમે તેમાં પોતાની ટિપ્પણી ઉમેરી, તેમાં મસાલો નાખ્યો. કંગનાના વકીલે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે તેમના ક્લાયન્ટે તેમની ટિપ્પણી પર સ્પષ્ટિકરણ આપ્યું છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ સ્પષ્ટતા નીચલી કોર્ટમાં આપી શકાય છે.

જ્યારે કંગનાના વકીલે કહ્યું કે, તે પંજાબમાં સુરક્ષિત અનુભવતી નથી અને ત્યાં મુસાફરી નહીં કરી શકે, તો કોર્ટે સૂચન કર્યું કે તે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી શકે છે. કોર્ટે ચેતવણી પણ આપી હતી કે જો કંગનાના વકીલ વધુ બહેશ કરશે, તો કોર્ટ એવી ટિપ્પણી કરી શકે છે જે તેમના કેસને નુકસાન પહોંચાડે. આખરે, કંગનાના વકીલે અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો.

kangana
newsbytesapp.com

શું છે આખો મામલો?

આ સમગ્ર વિવાદ 2020-21ના ​​ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે, જ્યારે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. કંગનાએ એક ટ્વીટ રીટ્વીટ કરી હતી, જેમાં તેમણે પંજાબના ભટિંડાના રહેવાસી મહિન્દર કૌર બાબતે ટિપ્પણી કરી હતી.

કંગનાએ દાવો કર્યો હતો કે, આ એ જ દાદી છે જે દિલ્હીના શાહિન બાગ પ્રદર્શનમાં સામેલ હતી. મહિન્દર કૌરે આ ટિપ્પણીને અપમાનજનક ગણાવી હતી અને જાન્યુઆરી 2021માં ભટિંડા કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

મહિન્દર કૌરનું કહેવું હતું કે કંગનાની ટિપ્પણીઓએ તેની છબીને નુકસાન પહોંચાડી છે અને તેની વિરુદ્ધ ખોટી વાતો કહેવામાં આવી હતી. કંગનાના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ભટિંડા કોર્ટના સમન્સ આદેશ ખોટો હતો અને તે ગુનાહિત પ્રક્રિયા સંહિતાનું ઉલ્લંઘન કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.