મહાકુંભમાં અંગ્રેજી સીટ જોઈએ છે, યોગીને લખી ચિઠ્ઠી, પ્રયાગરાજ પહોંચેલા વૃદ્ધની વાત સાંભળી હસવું આવી જશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-દુનિયામાંથી લોકો પવિત્ર સ્નાન કરવા પહોંચી રહ્યા છે અને એવામાં દરેક વ્યક્તિની પોતાની સમસ્યા છે. આ જ અનુસંધાને હરિયાણાથી મહાકુંભમાં પહોંચેલા એક વ્યક્તિએ કહ્યું કે, બાકીની વ્યવસ્થા સારી હતી, પરંતુ ટોયલેટમાં અંગ્રેજી સીટો ન હોવાને કારણે તેને ખૂબ પરેશાની થઇ . એટલું જ નહીં, તેણે આ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચિઠ્ઠી પણ લખી છે.

mahakumbh
ndtv.com

સંગમમાં ડૂબકી લગાવવા હરિયાણાથી પ્રયાગરાજ પહોંચેલા આ વૃદ્ધે જે કહ્યું તે સાંભળીને તમે પણ હસી પડશો. પહેલા આ વૃદ્ધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા અને પછી કહ્યું કે, 'મેં યોગીજીને ચિઠ્ઠી લખી છે કે અહીંના કોઈપણ શૌચાલયમાં ઇંગ્લિશ સીટ નથી. તે હોવી જોઈએ. આ સાંભળીને કારમાં બેઠા તેના પરિવારના સભ્યો પણ જોર-જોરથી હસવા લાગ્યા.

mahakumbh
indiatvnews.com

શિવરાત્રી માટે ઉમટી ભીડ

જો મહાકુંભની વાત કરીએ તો ફરી એક વખત પ્રયાગરાજમાં શિવરાત્રીને કારણે ભક્તોની ભીડ વધી રહી છે. ખાસ કરીને સપ્તાહના અંત અને આગામી મહાશિવરાત્રિ સ્નાન (26 ફેબ્રુઆરી)ને ધ્યાનમાં રાખીને પ્રશાસન પૂરી રીતે સતર્ક છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય.

વાસ્તવમાં, શ્રદ્વાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, મેળા વિસ્તારમાં વાહનોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવી છે. મુખ્ય સ્નાનઘાટ સુધી ટ્રાફિકનું દબાણ ન વધે તે માટે પ્રશાસને અસ્થાયી પાર્કિંગ સ્થળો પર વાહનો રોકવાની વ્યવસ્થા કરી છે. જેથી મુખ્ય સ્નાન ઘાટો સુધી ટ્રાફિકનો દબાવ ન વધે, શ્રદ્ધાળુ પાર્કિંગમાંથી શટલ બસ, ઈ-રિક્ષા કે પગપાળા સંગમ સ્નાન માટે જઈ રહ્યા છે.

Related Posts

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.