- Sports
- મજબૂરીમાં સંન્યાસ લઈ રહ્યો છે કોહલી, મોહમ્મદ કૈફે જણાવ્યું કારણ
મજબૂરીમાં સંન્યાસ લઈ રહ્યો છે કોહલી, મોહમ્મદ કૈફે જણાવ્યું કારણ
Mohammad Kaifs big statement on Virat Kohli amid retirement rumours

7 મે 2025, આ તારીખે રોહિત શર્માના ટેસ્ટ સંન્યાસના સમાચાર બંધ થયા નહોતા, અને વિરાટ કોહલીની ચર્ચા તેજ થઈ ગઈ હતી. વિરાટે BCCIને ઈંગ્લેન્ડ પ્રવાસમાં ન સામેલ થવાની જાણકારી આપી હતી અને બોર્ડ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંન્યાસની અટકળો વચ્ચે મોહમ્મદ કૈફે એક હેરાન કરી દેનારું નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી શા માટે સંન્યાસ લેવા માગે છે. તેણે સંન્યાસનું કારણ પણ બતાવ્યું અને વિરાટ કોહલીને અપીલ પણ કરી હતી.

ભારત કમનસીબે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમને 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તે પૂરી રીતે ફ્લોપ નજરે પડ્યો હતો. કોહલીની નબળાઈ આ સીરિઝમાં જગજાહેર હતી, કૈફે તેને જ સંન્યાસનું કારણ ગણાવ્યું છે.
https://twitter.com/MohammadKaif/status/1921536472382915022
મોહમ્મદ કૈફે વિરાટ કોહલીને મોટી અપીલ કરી છે. તેણે વીડિયો શેર કરતા લખ્યું કે, વિરાટ કોહલી ભારતનો સિંહ, હવે આરામના મૂડમાં છે. તે સંન્યાસ તરફ આગળ વધી રહ્યો છે. મને લાગે છે કે કોણે ઇંગ્લેન્ડ જાય, ત્યાં પોતાને સાબિત કરીને તેણે હાઇનોટ પર ખતમ કર, જેમ તે T20 વર્લ્ડ કપ 2024માં કર્યું હતું. મોહમ્મદ કૈફે આગળ કહ્યું કે, કેમ મજબૂરીમાં કોહલીને સંન્યાસ વિશે વિચારી રહ્યો છે કેમ કે એક એવો બોલ જે, તેને ઘણા વર્ષોથી પરેશાન કરી રહ્યો હતો તે હતો આઉટસ્વિંગ બોલ. જ્યાં આઉટ સ્વિંગ બોલ આવ્યો ત્યાં તે ઘણી વખત આઉટ થયો.

આ એક એવી મુશ્કેલી હતી, જે તેના કરિયરમાં ટળી ન શકી. તે ઈંગ્લેન્ડ ગયો, તે ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યાં આઉટ થયો. ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે સ્પિન પર આઉટ થયો. ખૂબ પ્રયાસ કર્યા, 200 ટકા તેનો પ્રયાસ રહે છે, દરેક મેચમાં તે રમવા આવે છે, પરંતુ થઈ શક્યું નહીં. પૂર્વ ક્રિકેટરે હ્યું કે, ‘મેં પહેલી વખત જોયું કે ઓસ્ટ્રેલિયાના પર્થમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ થઈ ગયો. તે ક્યારેય થયું નથી, ઇતિહાસ સાક્ષી છે. તે પહેલી મેચમાં સ્કોર કરે છે અને પછી તે સતત સ્કોર કરતો જાય છે, તમે તેને આઉટ નહીં કરી શકો, એવો બેટ્સમેન રહ્યો છે ભારતનો. ઇંગ્લેન્ડ જાવ સારું રમો અને અને તેણે હાઇ નોટ પર ખતમ કરો. આ મારી દુવા છે તેના માટે અને તેના ફેન્સની પણ આજ દુવા હશે.