‘મુર્ખોને પાણી આપવાની જરૂરિયાત નથી, મરઘી..’, સિદ્ધૂએ પંતના દમ પર ખુલ્લેઆમ માઈકલ વોનને લીધા આડે હાથ

હેડિંગ્લેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત શાનદાર રહી. નવા કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જાયસ્વાલ અને રિષભ પંતે શાનદાર સદી ફટકારી. પહેલા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવી લીધા હતા. ત્યારબાદ પંતે પણ બીજા દિવસે શાનદાર સદી ફટકારી. ભારતની આ શાનદાર શરૂઆત સાથે નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનની ભવિષ્યવાણીની ખૂબ મજાક ઉડાવી. વૉને સીરિઝ શરૂ થાય તે અગાઉ કહ્યું હતું કે ભારત 3-1થી હારશે. તેમણે ભારતની  અનુભવહીનતા અને વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીને કારણ ગણાવ્યા હતા, પરંતુ ભારતની શાનદાર શરૂઆત બાદ સિદ્ધુએ વૉનને જડબતોડ જવાબ આપ્યો.

navjot-singh-sidhu2
indiatoday.in

ભારતની ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટના પહેલા દિવસે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી રહી. સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સિદ્ધુએ કહ્યું કે, મૂર્ખોને પાણી આપવાની જરૂરિયાત નથી હોતી. માઈકલ વૉન તમારી ભવિષ્યવાણીઓ હંમેશાં ખોટી હોય છે. તેમણે વૉનની 2020/21 બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ભવિષ્યવાણીનો પણ ઉલ્લેખ કર્યો. તે સમયે ભારતે ઈજાઓ છતા ઓસ્ટ્રેલિયાની ટીમને 2-1થી હરાવી હતી. તેમણે વૉનની હાલમાં જ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની ભવિષ્યવાણીનો પણ સંદર્ભ આપ્યો, જેમાં દક્ષિણ આફ્રિકાન ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને હરાવી હતી. વૉને એ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને નબળી ગણાવી હતી.

સિદ્ધુ અહીં જ ન અટક્યા. તેમણે ઇંગ્લેન્ડના નબળા બોલિંગ આક્રમણ પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, તમારી બોલિંગ જુઓ. તેઓ પગપાળા ચાલનારા છે. મારો કહેવાનો મતલબ છે કે, ભારતીય બેટ્સમેન સ્પિનરોની જેમ આગળ વધીને તેમને મારી રહ્યા છે (રિષભ પંતે આગળ વધીને કેપ્ટન બેન સ્ટોક્સને 2 શૉટ માર્યા હતા). બૉસ, અવાજથી કંઈ સાબિત થતું નથી. એક મરઘી પણ ઈંડું મૂકતી વખત કાંવ-કાંવ કરે છે, જેમ કે તે કોઈ ક્ષુદ્રગ્રહ આપી રહી હોય. ગિલે તેની કેપ્ટન્સીના ડેબ્યૂમાં 127 રન બનાવ્યા. તો, જાયસ્વાલે 101 રનની શાનદાર ઇનિંગ રમી. જાયસ્વાલને બંને હાથમાં ગંભીર ખેંચાણની સમસ્યા હતી, છતા તેણે સદી બનાવી. બંનેએ ત્રીજી વિકેટ માટે 129 રન જોડ્યા.

ત્યારબાદ, રિષભ પંત (65*)એ છેલ્લા સત્રમાં ઝડપથી રન બનાવ્યા. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર રમત દરમિયાન સંઘર્ષ કરતા જોવા મળ્યા. કેપ્ટન બેન સ્ટોક્સ (2/43) જ કેટલીક હદ સુધી સફળ રહ્યો. આ ગિલની એશિયાની બહાર પહેલી સદી હતી. સદી બનાવ્યા બાદ તેણે ડ્રેસિંગ રૂમ તરફ ઝૂકીને અભિવાદન કર્યું. જાયસ્વાલે કહ્યું કે, ગિલે શાનદાર બેટિંગ કરી, તે શાંત અને સંયમિત હતો. જાયસ્વાલ હેડિંગ્લેમાં સદી ફટકારનાર પહેલો એશિયન ઓપનર બન્યો.

મેચમાં ઘણી બધી વાતો થઈ. વૉનની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ. સિદ્ધુએ વૉનની મજાક ઉડાવી. ગિલ અને જાયસ્વાલે શાનદાર સદી ફટકારી. પહેલા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટે 359 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલરોનું પ્રદર્શન સારું નહોતું. ત્યારબાદ બીજા દિવસે ભારતીય ટીમ 471 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ કેપ્ટન બેન સ્ટોક્સ અને જોશ ટંગે (4-4) વિકેટ લીધી. તો બીજા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે સ્ટમ્પ્સ સુધીમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવી લીધા છે. ભારતને મળેલી ત્રણેય વિકેટ બૂમરાહની છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.