- Agriculture
- Special Report: ડ્રોનથી ખેતી કેવી રીતે થાય? ગુજરાતમાં તેની કેવી અસર પડશે?
Special Report: ડ્રોનથી ખેતી કેવી રીતે થાય? ગુજરાતમાં તેની કેવી અસર પડશે?

(દિલીપ પટેલ). બજેટમાં જાહેરાત કરી છે કે જે ખેડૂતો ડ્રોન ખરીદીને ખેતી કરશે તેને સબસિડી આપવામાં આવશે. પાક મૂલ્યાંકન, જમીનના રેકોર્ડ, જંતુનાશક દવાના છંટકાવમાં મદદ કરશે. પાકમાં ક્યાં રોગો છે, ક્યાં જીવાત છે. પાકમાં કયા પોષક તત્વોનો અભાવ છે. ખેતીના આવા અનેક કામો ડ્રોન દ્વારા સરળતાથી કરી શકાય છે. તે માટે કેન્દ્ર સરકારે સબસિડી જાહેર કરી છે. વિદેશી બનાવટનું 5થી 10 લાખનું ડ્રોન આવે છે.
ગુજરાતમાં કુલ 58 લાખ ખેડૂતો છે. જેમાં ડ્રોન ખરીદી શકે એવી આર્થિક ક્ષમતા ધરાવતાં 4 વધું હેક્ટર જમીન ધરાવતાં હોય એવા 5 લાખ ખેડૂતો છે. જે દર વર્ષે 5 ટકા ઓછા થઈ રહ્યાં છે. દવા છાંટવાની મજૂરની મજૂરી બપોર સુધાની અડધો દિવસ 200-300 રૂપિયા છે. રોજની એક એકર મજૂર દવા છાંટી શકે છે. એક પાકમાં દવા છાંટવાની મજૂરી હેક્ટરે 700 રૂપિયા આવે છે. આખા વર્ષમાં હેક્ટરે 2500 મજૂરી થાય છે.
તેની સામે ડ્રોન કલાકમાં 4 હેક્ટર એટલે કે 10 એકર પાક પર દવા છાંટી શકે છે. 10 લાખનું વર્ષનું વ્યાજ 50 હજાર અને ડ્રોનની જાણવણી કે વિજલીનું ખર્ચ 50 હજાર ગણવામાં આવે તો વર્ષે 1 લાખ તેની પાછળ ખર્ચ થાય છે. આમ સરવાળે ડ્રોન સસ્તુ પડે છે. પણ તે શ્રીમંત ખેડૂતોને માટે જ છે.
એક ડ્રોન 50 મજૂરોનું કામ કરી આપશે. તેથી ગુજરાતમાં બેકારી વધશે. જે રીતે ટ્રેક્ટર અને લલણીના સાધનો આવ્યા તેથી 50 ટકા મજૂરો ઘટી ગયા છે. ડ્રોન આવતાં મજૂરો ઓછા થશે. બેકારી વધશે. ખેતીમાં કામ કરતાં એક મશીન અને 25 મજૂરનું કામ આપે છે. એક મજૂરનો મજૂરીનો દર સરેરાશ રૂ.300 છે. આમ મશીન સસ્તા પડશે. મજૂરીનો દર ઊંચો ગયો અને અને હવે મજૂરો મળતા ન હોવાથી બહારના રાજ્યોથી મજૂરો આયાત કરવા પડે છે. તેથી ખેડૂતો પાક લણવા માટેના નાના મશીનો વસાવી રહ્યાં છે. જે 1.5 લાખથી 5 લાખ સુધીના આવે છે અને ગુજરાત સરકાર તેમાં 30થી 50 ટકા સુધી સબસીડી આપે છે.
1 માર્ચ 2011માં 6.04 કરોડની ગુજરાતની વસતીમાંથી 3.47 કરોડ ગામડાની વસતી હતી. 2.03 કરોડ એટલે કે 33.7 ટકા મુખ્ય કામ કરનારા લોકો હતા. 44.02 લાખ માર્જીનલ વર્કર હતા. 59 ટકા લોકો રાજ્યમાં કામ કરતાં ન હતા. 38 લાખ લોકો ગામડામાં મુખ્ય કે માર્જીનલ કામ કરનારા હતા.
2001થી 2011 સુધીમાં 16.78 લાખ ખેત મજૂરોનો વધારો થયો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે 2 ટકા લોકો ખેતી કે ખેત મજૂરી છોડવી પડે છે. જે હવે મશીન યુગમાં સીધી 5 ટકા થઈ જશે. જે રીતે ટ્રેક્ટર આવવાથી ગુજરાતમાં બળદોની સંખ્યાં 75 લાખ હોવી જોઈતી હતી. પણ છે માત્ર 15 લાખ આમ ટ્રેક્ટર આવવાથી 80 ટકા બળદો ઘટી ગયા છે. તે રીતે હવે મજૂરોની સંખ્યા 80 ટકા ઘટી જશે.
શું હાલ 20 લાખ ખેત મજૂરો છે તે ડ્રોન, ટ્રેક્ટર, પાક લલણી મશીનો આવવાથી બેકાર બનીને શહેરોમાં હિજરત કરી રહ્યાં છે. ખેડૂતોની જમીન ઘટી રહી છે. તે ખરેખર તો ખેત મજૂર બની રહ્યાં છે. હવે તેઓ બીજાના ખેતરમાં મશીન ચલાવતાં મજૂર બની રહ્યાં છે.
હાલ, ગુજરાતમાં કોઈ ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરતા હોય તેવું દેખાતું નથી. ગુજરાતની એક પણ કૃષિ વિશ્વ વિદ્યાલય પાસે ડ્રોન નથી. જો સરકાર પાસે જ ડ્રોન ન હોય તો કયા ખેડૂત તે ખરીદ કરી શકવાના છે. રોગોની સમયસર તપાસથી ખેડૂતોનો ઇનપુટ ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં વધારો થશે. આ ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરીને જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવ કરવાથી પણ ખેડૂતોને ઘણી મદદ મળશે.
ડ્રોનનો સૌથી મોટો ફાયદો પાકનું સર્વેક્ષણ અને રક્ષણમાં થશે. રોગો અને પોષક તત્વો તપાસ કરી શકાશે. ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી મજૂરીની બચત થાય છે. 10 એકરનું ખેતર છે, તો તે દરેક ખૂણા પર નજર રાખી શકતો નથી.
દર વર્ષે ખેડૂતને દરેક પાકમાં 20-30 ટકા રોગ-જીવાતથી નુકસાન થાય છે. ખેડૂતને ત્યારે ખબર પડે છે જ્યારે રોગ થઈ ચૂક્યો હોય છે. પરંતુ ડ્રોન વડે એક હદ સુધી તેની વહેલી ખબર પડી શકે છે. છોડમાં કેટલાક રાસાયણિક ફેરફારો છે.
તીડના હુમલા દરમિયાન ડ્રોનનો ઉપયોગ કરી શકાય છે. સ્પ્રેયર ડ્રોન એ ખેતરના પાક પર જંતુનાશક દવા કે પ્રવાહી ખાતર છાંટવાનું મશીન છે. જે શાકભાજી, બટાકા, ઘઉં, ચોખા, મકાઈ, શેરડી, દ્રાક્ષ, ચેરી, કેળા, નાળિયેર વગેરે પર પ્રવાહી જંતુનાશક અને ખાતરના છંટકાવ માટે હમણાંથી વિદેશમાં ઉપયોગ થવા લાગ્યો છે.
15 લિટર જંતુનાશક ટાંકીની ક્ષમતા, 6 એક્સેલ્સ અને 6 મોટર્સ હોય એવા સારી કંપનીના ડ્રોનની કિંમત 5થી 10 લાખ હોય છે. 2 યુનિટ 16000mah બેટરી સાથે, 2 પીસી ઇલેક્ટ્રોસ્ટેટિક સેન્ટ્રીફ્યુગલ સ્પ્રે નોઝલ હોય છે. 4થી 6 મીટર સુધી ફૂવારો છોડે છે. સ્પ્રે એક વખતમાં 7 મિનિટ ઉડે છે. ફ્લાઇટ દીઠ 1થી 1.5 હેક્ટર આવરી લે છે. એક કલાકમાં 4 ફ્લાઇટ કરી શકે છે. કલાકમાં લગભગ 4થી 6 હેક્ટર પર દવા છાંટી શકે છે. ઘણાં બધા ફીચર્સ આવે છે.
ડ્રોનનો ઉપયોગ ખેડૂતોને તેમના પાકની વધુ સારી કાળજી લેવા અને પાકમાંથી વધુ ઉપજ મેળવવા માટે કરવામાં આવે છે. ડ્રોન ખેડૂતોને તેમના ખેતરોની દેખરેખ અને સારી સંભાળ રાખવામાં મદદ કરવા માટે ઇન્ફ્રારેડ કેમેરા, સેન્સર અને જીપીએસ સહિતની ટેકનોલોજીના વિશાળ ક્ષેત્રનો ઉપયોગ કરે છે.
ભારતનું ડ્રોન
2019માં ભારતની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ 'ફ્લાઈંગ ફાર્મર' નામનું ડ્રોન વિકસાવ્યું છે . ડ્રોનની કિંમત અંદાજે રૂ. 10,000 - 15,000 છે. તે પૂર્ણ ચાર્જ પર 25 મિનિટ સુધી ઉડી શકે છે. ડ્રોન ચલાવવા માટે ખેડૂતને ખર્ચ મજૂરો કરતાં વધું છે.
21 ડિસેમ્બર 2021માં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ડ્રોન ટેક્નોલોજીને પરવડે તેવી બનાવવા માર્ગદર્શિકા બહાર પાડી હતી. સબ મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઇઝેશન" (SMAM) માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કૃષિ ડ્રોનની કિંમતના 100 ટકા અથવા રૂ. 10 લાખ, બેમાંથી જે ઓછું હોય તે ગ્રાન્ટ આપવામાં આવશે.
આ રકમ કૃષિ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ICAR સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ડ્રોનની ખરીદી માટે અનુદાન તરીકે આપવામાં આવશે. ખેડૂતોના ખેતરોમાં આ ટેકનોલોજીનું મોટા પાયે પ્રદર્શન કરવામાં આવશે.
ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ખેડૂતોના ખેતરોમાં તેના પ્રદર્શન માટે કૃષિ ડ્રોનની કિંમતના 75 ટકા સુધીની સબસિડી મેળવવા માટે પાત્ર હશે. 6,000 પ્રતિ હેક્ટર આકસ્મિક અમલીકરણ એજન્સીઓને આપવામાં આવશે જેઓ ડ્રોન ખરીદવા ઇચ્છુક નથી પરંતુ કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, હાઇ-ટેક હબ્સ, ડ્રોન ઉત્પાદકો અને સ્ટાર્ટ-અપ્સ પાસેથી તેમને હાયર કરવા માંગે છે. અમલીકરણ એજન્સીઓ કે જેઓ પ્રદર્શન હેતુઓ માટે ડ્રોન ખરીદવા માંગે છે તેમના માટે આકસ્મિક ખર્ચ રૂ. 3,000 પ્રતિ હેક્ટર સુધી મર્યાદિત રહેશે. નાણાકીય સહાય અને અનુદાન 31 માર્ચ, 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
ડ્રોનના ઉપયોગ દ્વારા કૃષિ સેવાઓ પૂરી પાડવા માટે, ડ્રોન અને એસેસરીઝની મૂળ કિંમતના 40 ટકા અથવા રૂ. 4 લાખ, બેમાંથી જે ઓછું હોય, તે વર્તમાન કસ્ટમ હાયરિંગ સેન્ટરો દ્વારા નાણાકીય સહાય અપાશે. કસ્ટમ હાયરિંગ સેન્ટરો ખેડૂત સહકારી, એફપીઓ અને ગ્રામીણ સાહસિકો દ્વારા સ્થાપિત કરવામાં આવે છે.
SMAM, RKVY અથવા અન્ય યોજનાઓ દ્વારા નાણાકીય સહાય સાથે ખેડૂત સહકારી, એફપીઓ અને ગ્રામીણ ઉદ્યમીઓ દ્વારા સ્થાપવામાં આવનાર નવા CHC અથવા હાઇ-ટેક હબના પ્રોજેક્ટ્સમાં અન્ય કૃષિ મશીનો સાથે ડ્રોનનો પણ સમાવેશ થાય છે. જઈ શકે છે.
કસ્ટમ હાયરિંગ સેન્ટરો સ્થાપતા કૃષિ સ્નાતકો ડ્રોન અને એસેસરીઝની મૂળ કિંમતના 50 ટકા અથવા ડ્રોન ખરીદી માટે રૂ. 5 લાખ સુધીની સહાયતા પ્રાપ્ત કરવા પાત્ર હશે. ખેડૂત 10મું પાસ હોવા જોઈએ. તેમની પાસે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અથવા અધિકૃત ડિસ્ટન્સ પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિયુક્ત સંસ્થામાંથી ડિસ્ટન્સ પાઇલટ લાઇસન્સ હોવું જોઈએ. ડ્રોનનું સ્થાનિક ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં વધશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા શરતી મુક્તિ મર્યાદાઓ દ્વારા ડ્રોન કામગીરીને મંજૂરી આપવામાં આવી રહી છે. MoCA એ ભારતમાં ડ્રોનના ઉપયોગ અને સંચાલનને નિયંત્રિત કરવા માટે 25 ઓગસ્ટ, 2021 ના રોજ GSR નંબર 589(E) દ્વારા 'ડ્રોન નિયમો 2021' પ્રકાશિત કર્યા હતા.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ખેતી, જંગલ, બિન-પાક વિસ્તારો વગેરેમાં પાક સંરક્ષણ માટે ખાતર સાથે ડ્રોનનો ઉપયોગ કરવા અને જમીન અને પાક પર પોષક તત્વોનો છંટકાવ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) પણ લાવ્યા છે. ડ્રોનના ઉપયોગ દ્વારા કૃષિ સેવાઓનું પ્રદર્શન કરતી સંસ્થાઓ અને પ્રદાતાઓએ આ નિયમો અને SOPsનું પાલન કરવું પડશે.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
