ગાલ પર તલ હોય તે લોકો હોય છે ધનવાન, જાણો તમારા ભવિષ્યનું રહસ્ય

જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી ભવિષ્ય અંગે ઘણું જાણી શકાય છે. સામુદ્રીક શાસ્ત્રમાં શરીરના ચિન્હો અથવા લક્ષણોના આધાર પર વ્યક્તિ અંગે ઘણું કહેવામાં આવ્યું છે. આ રીતે વ્યક્તિના શરીર પર થતા તલના માધ્યમથી પણ ભવિષ્ય અંગે ઘણું જાણી શકાય છે. પંડિત શૈલેન્દ્ર પાંડેય જણાવી રહ્યા છે તલ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો અંગે. સામુદ્રીક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે શરીરના ચિન્હોના તમારા સ્વભાવ અને ભવિષ્ય પર શું અસર હોય છે અને જીવનમાં કંઈ વસ્તુઓ તમને પ્રભાવિત કરી શકે છે. આ ચિન્હોમાં તલ, મસા અને અન્ય વિશેષ આકૃતિઓ પણ મળી આવે છે. તલના માધ્યમથી સારા અને ખરાબ દરેક સ્વભાવને સમજી અને જાણી શકાય છે.

શૈલેન્દ્ર પાંડેય કહે છે કે ચેહરા પર તલ હોવાના અલગ અલગ અર્થ થાય છે. ચહેરા પર મળી આવનારા તલનો સીધો સંબંધ તમારા ભાગ્ય સાથે હોય છે. જો તમને ગાલ પર તલ છે તો તે તમારી આકર્ષક ક્ષમતાને મજબૂત કરે છે. આવા લોકો આકર્ષક હોવાની સાથે ઘણા ધનવાન પણ હોય છે.

નાક પર તલનું હોવું વ્યક્તિને ઘણો જ અનુસાશિત બનાવે છે પરંતુ તેના કારણે તમારા જીવનમાં સંઘર્ષ વધતો જાય છે. હોઠની ઉપર તલ ધરાવતા વ્યક્તિ લોકોમાં ઘણા લોકપ્રિય હોય છે. જોકે આવા લોકો અમુક લોકોને જ પોતાના માને છે. જે લોકોને નાકની નીચે તલ હોય છે, તેવા લોકો બીજા સાથે ઓછું મિક્સ થવાનું પસંદ કરે છે.

માથા પરનો તલ જણાવે છે કે શરૂઆતમાં સંઘર્ષ કરવા પછી તમે પૈસાદાર બની શકો છો. હોઠ પર તલ હોવાનો મતલબ છે કે વ્યક્તિ ઘણો વધારે પ્રેમી સ્વભાવનો છે. આવા લોકો એક કરતા વધારે લોકો સાથે પ્રેમ સંબંધ બનાવે છે. હાથમાં જો વચ્ચે તલ હોય જે કોઈ પર્વત પર ના હોય તો એ સંપન્નતા આપે છે. જો પર્વત પર અથવા આંગળીઓ પર તલ છે તો તે દુર્ભાગ્યનું કારણ છે. તલ જે પર્વત પર હોય છે તે પર્વતને ખરાબ કરે છે અને જે આંગળી પર હોય છે તે ગ્રહને નબળો કરે છે. તે સિવાય હથેળીના પાછળની તરફ તલવાળા વ્યક્તિ ઘણા આળસુ સ્વભાવના હોય છે.

છાતી પર તલવાળા વ્યક્તિને પારિવારિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારના લોકો સાથે તાલમેલને લઈને મુશ્કેલી થઈ શકે છે. પગના તાળવા પર તલવાળા વ્યક્તિ હંમેશા ઘરથી દૂર રહે છે. તે સાથે તેમને જીવનમાં ઘણી સફળતા મળે છે. પેટ પર તલનો મતલબ છે કે વ્યક્તિ ઘણો ધનવાન છે પરંતુ આવા વ્યક્તિનું સ્વાસ્થ્ય ઘણું ખરાબ હોય છે. કાળા તલ સિવાય શરીર પર લાલ તલ પણ હોય છે. લાલ તલ શરીરમાં સામાન્ય રીતે ઘણા ઓછા મળતા હોય છે. લાલ તલ સંપન્નતા અને દુર્ભાગ્ય બંનેનું પ્રતિક હોય છે. જો લાલ તલ ચહેરા પર છે તો તે વ્યક્તિના વૈવાહિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. ભૂજાઓ પર લાલ તલનું હોવું આર્થિક મજબૂરી લાવે છે. છાતી પર લાલ તલનો મતલબ વ્યક્તિને વિદેશ જઈને ધન કમાવવાની સંભાવના વધે છે. જો લાલ તલ પીઠ પર છે તો સેના અથવા સાહસના ક્ષેત્રમાં સફળતા મળે છે.       

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.