- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ 14-07-2025
દિવસ: સોમવાર
મેષ - સપ્તાહની શરૂઆતમાં આર્થિક પ્રગતિ પર ધ્યાન આપી શકશો. સંતાનોના સપોર્ટથી કામ સરળ બને.
વૃષભ - કોઈને કામો સોંપ્યા પછી પણ એ કામો પર પૂરતું ધ્યાન આપશો તો સમય સર કામ પૂર્ણ કરતા આર્થિક લાભ મેળવશો.
મિથુન - મહેનત વધારવાનો સાચો સમય, ઘરની બાબતો પર ધ્યાન રાખવું.
કર્ક - ભાગ્ય સાથ આપતું ન લાગતું હોય તો ભક્તિ વધારો, આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો.
સિંહ - મૌન ધારણ કરી સંકટોમાંથી બહાર નીકળી શકશો. આર્થિક પ્રગતિનો સમય ગણી ચાલશો.
કન્યા - ધાર્મિક સ્થળની મુલાકાત લઈ કામ આગળ વધારો, દેવામાંથી મુક્તિ મળે તમારી બચતમાં વધારો થાય.
તુલા - સંતાનના પ્રશ્ન તરફ ધ્યાન આપવું જરૂરી, પોતાના વિષયોને છોડી બીજા વિષયો આર્થિક નુકશાન પહોંચાડી શકે છે.
વૃશ્વિક- કામમાં વધારે ઉત્સાહી બનવાથી સહકાર્યકર વર્ગને તકલીફ થઈ શકે, અભ્યાસ માટે વધુ મહેનત માંગતો સમય.
ધન - ભાઈ ભાડુંઓથી સંઘર્ષ ટાળવો, આર્થિક પ્રગતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.
મકર - તમારી વાણીથી કામ કઢાવી આર્થિક લાભ મેળવી શકશો. ધર્મ પ્રત્યે રુચિ વધારવી.
કુંભ - સમય સાથ આપતો ન લાગે તો આત્મ ચિંતન કરવું. આર્થિક ફાયદા થઈ શકે છે.
મીન - ખોટા ખર્ચ ટાળવા. મન અશાંત લાગે તો પરિવારમાં સમય વિતાવવો. ભગવાન મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરશે, આપનો દિવસ મંગલમય રહે.

