દમ વગરની દારૂબંધી? રાજ્યમાં પકડાયો આટલા કરોડોનો દારૂ, થયો ચોંકાવનાર ખુલાસો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં પીવામાં આવે છે. દારૂબંધીને લઈને સરકારે કડક કાયદા તો બનાવામાં આવ્યો છે પણ તેનું કોઈ પાલન નથી કરતું એવું લાગે છે કે કાયદાની મજાક ઉડાવવામાં આવે છે. રાજ્યમાં કાયદાના લીરે લીરા ઉડાડવવામાં આવે છે. જેમા સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ સામેલ હોય છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં જે દારૂ પકડવામાં આવ્યો છે તેની વાત કરવા જઈએ તો 250 કરોડ કરતા વધારેની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો છે. તેમજ પોલીસ અને બુટલેગરોની મિલીભગત હોવાથી કેટલાય કરોડોનો દારૂ પકડવામાં આવ્યો નથી અને રાજ્યમાં તેની ઘૂષણખોરી કરવામાં આવી છે આ જોઈને એવું કહી શકાય છે કે દારૂબંધીને લઈને સરકારે જે કાયદા બનાવ્યા છે તેના લીરે લીરા ઉડી રહ્યાં છે.

તેમજ આ આંકડો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં કાગળ પર ચિતરવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે પણ કાયદાનું કડક પાલન કોઈ નથી કરતું તેની હકીકત સામે આવી છે. તેમજ છેલ્લા બે વર્ષમાં રાજ્યના 31 જિલ્લામાં ગત સપ્ટેમ્બર મહિના સુધીમાં 231 કરોડ 69 લાખ 74 હજાર 953 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે જ્યારે દેશી દારૂની વાત કરીએ તો 3 કરોડ 7 લાખ 588ની કિંમતનો પકડાયો હતો અને 17 કરોડ 87 લાખ 43 હજારનો બીયર પકડાયો હતો. આ આંકડા જોઈને ખરેખર નવાઈ લાગે છે કે ખુલ્લેઆમ બુટલેગરો દારૂની હેરાફેરી રાજ્યમાં કરી રહ્યાં છે તો પણ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા.

તેમજ કાયદાનું ઉલ્લંઘન કરીને અને પોલીસ અધિકારીઓને છેતરીને કરોડો રૂપિયાની દારૂની ધૂષણખોરી કરવામાં આવે છે. ગયા વર્ષે 1 કરોડ 22 લાખ 66 હજાર 606 વિદેશી દારૂની બોટલ પકડાય હતી તો 16 લાખ 39 હજાર 620 લીટર દેશી દારૂ ઝડપાયો હતો અને 17 લાખ 06 હજાર 123 બીયરની બોટલ અને ટીન પકડવામાં આવ્યા હતા. રાજ્યમાં વિદેશી દારૂ દીવ, દમણથી લાવવામાં આવે છે. તેમજ આ તમામ જગ્યાએ ચેક પોસ્ટ રાખાવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે તેમ છતાં દારૂડિયાઓ ગમે તે રીતે રાજ્યમાં દારૂ લાવે છે અને ખુલ્લેઆમ તેની હેરાફેરી કરે છે અને મહેફિલો માણવામાં આવે છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.