PUC કઢાવવા લાઇનમાં ઉભા રહીને કંટાળી ગયા હોવ તો આ વાંચી લેજો

ગુજરાતમાં સરકારની જાહેરાત અનુસાર 16 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થવનો છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલમાં કેટલાક સુધારાઓ કરીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડમાં આંશિક રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકારની જાહેરાત પછી રાજ્યના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને PUC સેન્ટરની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક લોકોએ તો રાજ્ય સરકાર પાસેથી PUC મેળવવાના સમયમાં વધારો કરવાની માગ પણ કરી હતી. લોકોની માગના આધારે સરકાર દ્વારા PUC મેળવાના અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

PUC સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોની લાંબી લાઈન હજુ પણ PUC સેન્ટરની બહાર જોવા મળે છે. હવે PUC કઢાવવા ઈચ્છાતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવેથી PUCમેળવવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. વાહન વ્યવહાર કમિશનરના આ નિર્ણયથી લોકોને PUC મેળવામાં ઘણી રાહત મળશે. આવતી કાલથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થવાની ત્યારે લોકોને દંડ ન ભરવો પડે તે માટે લોકો તેમના ખૂટતા તમામ ડોક્યુમેન્ટ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે લોકોને PUC કઢાવવા માટે પડતી મુશ્કેલીને જોઈને વાહન વ્યવહાર કમીશનરે રાજ્યમાં વધુ 1500 જેટલા PUC સેન્ટરો ખોલવા માટેની અરજીઓ મંગાવી છે.

1500 જેટલા નવા PUC સેન્ટરો ખૂલવાથી વાહન ચાલકોને PUC મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે, તેનાથી છુટકારો મળશે અને PUC સરળતાથી મળી રહે છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થયા પછી વાહન ચાલકનું વાહન RTO કે, ટ્રાફિક પોલીસ દ્વારા પૂરાવાઓના અભાવે જમા કરવામાં આવે છે, તો વાહન ચાલક વાહન જમાના 15 દિવસની અંદર પોતાના વાહનના પુરાવાઓ પોલીસને બતાવીને તેનું વાહન કોઈ પણ પ્રકારનો દંડ ભર્યા વગર પણ છોડાવી શકે છે.

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.